રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂા.900.45 કરોડનું બજેટ રજૂ
- તા.22મીએ મળનાર સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલાશે: સિંચાઇ સહિતના 27 જેટલા કામોની દરખાસ્ત
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતનું કુલ રૂા.900.45 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. અને આગામી તા.22મી ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતની મળનાર સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
કારોબારી સમિતિમાં રાજકોટ જિલ્લા પંચાયતનુ સને 2023-24ના સ્વભંડોળનુ સુધારેલ અંદાજપત્રમાં રૂૂ.1725.02 લાખ સને 2024-25નું અંદાજપત્રમાં સ્વભડોળમાં રૂૂ.1587.26 લાખ, તેમજ 2023-24ના રાજય સરકાર તરફથી મળતા અનુદાનનું રૂૂ.80852.66 લાખની અને દેવા વિભાગનું રૂૂ.1829.67 લાખની કુલ જોગવાઇ છે તેમજ, 2024-25ના રાજય સરકાર તરફથી મળતા અનુદાનનું રૂૂ.91455.05 લાખની અને દેવા વિભાગનું રૂૂ.1468.38 લાખની કુલ જોગવાઈ મજુર કરવા સામાન્ય સભાને ભલામણ કરતા રૂૂ.3,62,06,116 (ત્રણ કરોડ બાસઠ લાખ છ હજાર એકસો સોળ પુરા)ના સિંચાઇ તેમજ બાધકામ કામોની વહીવટી મંજુરી તેમજ ટેન્ડર મંજુર કરતા.
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક પી.જી. ક્યાડાના અધ્યક્ષસ્થાને મળતા તેમાં સિંચાઈ ના કુલ 9 કામોના ટેન્ડર કુલ રૂૂ.1,85,80,268 તેમજ કુલ 1 કામોની વહીવટી કુલ રૂૂ. 1517000 એમ કુલ રૂૂ.2,00,97,268 (બે કરોડ સતાણું હજાર બસ્સો અડસઠ)ના સિંચાઇ કામોની વહીવટી મંજુરી તેમજ ટેન્ડર મજુરી આપવામાં આવેલ છે.
બાંધકામના કુલ 3 કામોના ટેન્ડર કુલ રૂૂ.1,57,98,848 તેમજ જિલ્લા પંચાયત મધ્યસ્થ લોબીના વોટર રૂૂમમાં પાણીનું નવું ફીઝ ખરીદવા તથા ફીટ કરવાના રૂૂ.1,00,000 ના ખર્ચની મંજૂરી એમ કુલ રૂૂ.1,58,98,848 (એક કરોડ અઠાવન લાખ અઠાણું હજાર આઠસો અડતાલીસ)ના કામોની મંજુરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત પંચાયત શાખા માટે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ, ગાંધીનગર વર્ષ:2022- 2023ની ગુજરાત પંચાયત પરિષદની સભ્ય ફી રૂૂ.10,000 તથા અનુદાનની રકમ રૂૂ.2,00,000 ભરવા બાબત એમ કુલ 2,10,000ની મંજુરી આપવામાં આવેલ છે.
આજની બેઠકમાં અધ્યક્ષ પી.જી.ક્યાડા, સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા કારોબારી સમિતિના સભ્યઓ, જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારીઓ હાજર રહેલ હતા.