ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્ટેન્ડિંગમાં બજેટ ચર્ચા પૂર્ણ, કરબોજ ઘટવાના સંકેત

04:01 PM Feb 06, 2025 IST | Bhumika
Advertisement

વેરા વધારો અને નવા પ્રોજેક્ટ સાથેનું ફાઈનલ બજેટ તૈયાર, આગામી સપ્તાહમાં થશે રજૂ

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ વર્ષ 2025-26નું બજેટ રજુ કરીને તેમાં રૂૂ.150 કરોડનો વેરા વધારો સુચવ્યો છે. આ બજેટ સ્ટેન્ડિંગ ચેરમેન સમક્ષ રજુ કરાયા બાદ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને તેમની ટીમ દ્વારા આ બજેટનો તલસ્પર્શી અભ્યાસ શરૂૂ કરાયો હતો. એક સપ્તાહ સુધી બજેટના અભ્યાસ બાદ તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અને આજથી બજેટ ચર્ચા પૂર્ણ કરી ફાઈનલ બજેટ તૈયાર કર્યુ હોવાનું જાણવા મળેલ છે. જેમાં કરબોજ ઘટવાના સંકેત જોવા મળી રહ્યા છે. સંભવત: સોમવારે બજેટ રજૂ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

કમિશનર તુષાર સુમેરાએ ગત તા. 31 જાન્યુઆરીના રોજ મિલકત વેરો, ગાર્બેજ વેરાના વધારા અને નવા ફાયરટેક્સના સુચન સાથે રૂૂ. 3112.28 કરોડનું બજેટ રજુ કરી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને સુપરત કર્યું હતું આ બજેટના અભ્યાસ અર્થે મેયર સહિતના પદાધિકારીઓ અને મહાનગર પાલિકાના અધિકારીઓની હાજરીમાં રિવ્યુ બેઠક શરૂૂ કરવામાં આવી હતી. સતત એક સપ્તાહ બજેટના પ્રોજેક્ટ અંગે ચર્ચા કર્યા બાદ આજે બજેટ ચર્ચા પૂર્ણ થઈ હોવાનું ચેરમેને જણાવ્યું હતું. તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવવામાં આવેલા કરબોજ અને પ્રોજેક્ટમાં પણ ફેરફારો કરી નવા લોકોને ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટોનો ઉમેરો કર્યો હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટે મ્બર માસમાં મહાનગર પાલિકાની વર્તમાન બોડીની ટર્મ પુરી થઈ રહી છે.

અને મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે, વર્ષ 2025-26ના બજેટમાં પ્રજાને વેરા વધારાનો ડામ શાસકો દ્વારા આપવામાં આવે તો મતદારો નારાજ થાય તેવા ભયના લીધે પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ થશે તેમ જાણવા મળેલ છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં 150 કરોડનો કરબોજ નાખવામાં આવ્યો હતો. જેમાં મિલ્કતવેરો કાર્પેટ એરિયામાં વધારો તેમજ ગારબેજ કલેક્શનમાં એક સાથે 400 ટકાનો વધારો અને સાથો સાથ નવો ફાયર ટેક્સ નાખવામાં આવ્ોય છે. સાથો સાથ ગત વર્ષે રજૂ થયેલ એનવાયરમેન્ટ ટેક્સની પણ અમલવારી આ વર્ષે થવાની શક્યતા હોય પ્રજા ઉપર ભારે કરબોજ નખાયો હોવાની ચર્ચા જાગી હતી. આથી સ્ટેન્ડીંગ કમિટિમાં કરબોજ અંગેનો તલપર્શી અભ્યાસ કર્યા બાદ ફાઈનલ બજેટ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ફાઈનલ બજેટ રજૂ થયા બાદ બજેટ બોર્ડમાં મંજુર કરવામાં આવશે.

Tags :
budget debategujaratgujarat newsrajkotrajkot newsstanding committee
Advertisement
Next Article
Advertisement