ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોર્પોરેશનમાં બજેટના હિસાબ-કિતાબ શરૂ

04:39 PM Jul 08, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત નાણાંકીય વર્ષ 2024-25 માટે તેમજ ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 સ્ટે.કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા આજરોજ તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલ. આ મિટીંગમાં તમામ નાયબ કમિશનર, સીટી એન્જીનીયરઓ, તથા લગત અધિકારીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે સ્ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.

Advertisement

આ બેઠકમાં તમામ નાયબ કમિશનરશ્રી મનીષ ગુરવાની, સી.કે. નંદાણી, એચ.આર. પટેલ, ડેપ્યુટી કલેક્ટર કિર્તન રાઠોડ, ચીફ એકાઉન્ટન્ટશ્રી અમીત સવજીયાણી, ટી.પી.ઓ.કિરણ સુમરા, આસી. કમિશનર બી.એલ. કાથરોટીયા, ડેપ્યુટી મ્યુનિ. સેક્રેટરી ધવલ જેસડીયા, આસી. સેક્રેટરી અને પી.એસ.ટુ ચેરમેન એચ.જી. મોલીયા, સીટી એન્જીનીયરશ્રી પી.ડી. અઢિયા, શ્રી અતુલ રાવલ, કે.કે. મહેતા, એમ.આર. શ્રીવાસ્તવ, કે.પી. દેથરીયા, બી.ડી. જીવાણી, પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, મેનેજર કે.બી. ઉનાવા, મનીષ વોરા, સોહમ રાઠોડ, મેહુલ ગાંધી તથા સંલગ્ન વિભાગના શાખા અધિકારીઓ અને ડેપ્યુટી એન્જીનીયરઓ સહિતના અધિકારીઓએ હાજર રહી બજેટ યોજનાના અમલિકરણ સંદર્ભે વિસ્તૃત માહિતી રજુ કરેલ હતી.

ઉક્ત મીટીંગમાં થયેલ ચર્ચા દરમ્યાન દરમ્યાન સબંધકર્તા અધિકારીશ્રીઓએ રજુ કરેલ માહિતી મુજબ ગત નાણાંકીય વર્ષ 2024-25ના અંદાજપત્રમાં સ્ટેન્ડિંગ કમિટીએ ઉમેરેલી નવી યોજનાઓ પૈકી મહત્તમ યોજના પુર્ણ થયેલ છે અને અમલવારી શરૂૂ કરવામાં આવેલ છે, જે બદલ સ્ટે. કમિટી ચેરમેન દ્વારા લગત અધિકારીશ્રીઓને બીરદાવેલ. ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન 202પ-26ના અંદાજપત્રમાં સ્ટેન્ડિંગ કમિટીએ ઉમેરેલી નવી યોજનાઓની અમલવારીનાં સ્ટેટસ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. જે દરમ્યાન સબંધકર્તા અધિકારીશ્રીઓ તરફથી રજુ થયેલ વિગતો મુજબ કેટલીક યોજના અન્વયેની અમલવારી પૂર્ણ થયેલ છે. અન્ય યોજનામાં વહિવટી પ્રક્રિયમાં હાથ ધરવામાં આવેલ છે, જેમાં એસ્ટીમેટ, ટેન્ડરીંગ અથવા દરખાસ્ત સ્તરે છે, તે અંગે વિસ્તૃત માહિતી રજુ કરવામાં આવેલ.

જેના અનુસંધાને તમામ કામો બાબતે આગામી દિવાળી પહેલાંજ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવા હકારાત્મક પ્રયાસો કરવા તમામ અધિકારીશ્રીઓને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીએ સુચનાઓ આપેલ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબધ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે લગત અધિકારીઓ સાથે બજેટ યોજના અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement