For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંદિરોના સત્સંગ હોલમાં પણ BU અને ફાયર NOC ફરજિયાત

04:24 PM Jul 13, 2024 IST | Bhumika
મંદિરોના સત્સંગ હોલમાં પણ bu અને ફાયર noc ફરજિયાત
Advertisement

મંદિરો સીલ કરવાની કામગીરી દરમિયાન હોબાળો મચી જતાં તંત્રએ સ્પષ્ટતા કરી ફક્ત સત્સંગ હોલને નિયમો લાગુ પડશે તેમ જણાવ્યું

રાજ્ય સરકારની સૂચના અન્વયે મહાનગરપાલિકાએ શહેરમાં સરકારી જગ્યા તેમજ રિઝર્વેશન પ્લોટ ઉપર અને રોડ રસ્તાને અડચણરૂપ થયેલા ધાર્મિક સંસ્થાનો સર્વે કરી 2000થી વધુ સંસ્થાઓને નોટીસ આપવામાઁ આવી છે. જેમાં મોટા મંદિરો કે જે કાયદેસર જગ્યામાં હોય તેને પણ સીલ કરવાની અથવા નોટીસ આપવાની કાર્યવાહી થતાં હોબાળો મચી ગયેલ આથી મનપાએ સ્પષટ્તા કરી જણાવેલ કે, સત્સંગ હોલ કે જ્યાં વધુલોકો એકઠા થતાં હોય તેવા મંદિરોને બીયુ અને ફાયર એનઓસીનો નિયમ લાગુ પડશે જે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

મહાપાલિકાએ મનપાની હદમાં શહેરના 2000થી વધુ ધાર્મિક સ્થળોનો સર્વે કર્યો હતો. જે પૈકી અમુક ગેરકાયદેસર સંસ્થાઓને નોટીસ આપવામાં આવી હતી. તેવી જ રીતે પ્રાઈવેટ જગ્યા ઉપર તેમજ માલિકીની જગ્યા ઉપર બનાવવામાં આવેલા મંદિરોને પણ નોટીસો આપી સીલ કરવાની કામગીરી શરૂ કરાતા તેનો ભારે વિરોધ થયો હતો. આથી મનપાએ સ્પષ્ટતા કરી જણાવેલ છે કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે તમામ એકમોમાં ચેકીંગ કામૉગીરી હાથ ધરાઈ છે. જેમાં મુખ્યત્વે વધુ લોકો એકઠા થતાં હોય તેવા સ્થળોએ ફાયરના સાધનો લગાવી ફાયરએનઓસી મેળવી ફરજિયાત છે. તેમજ બાંધકામ પરમીશન લેવાની રહે છે. આથી અમુક મંદિરો કે જ્યાં સત્સંગીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હોય છે.

તેમના માટે હોલ અથવા રૂમ રખાયો હોય ત્યાં આગની દુર્ઘટના સમયે ઈમરજન્સી કામગીરી માટે ફાયર સફ્ટીના સાધનો જરૂરી બને છે. આથી આ પ્રકારના સત્સંગ હોલમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો હોવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આથી તમામ મંદિરો જ્યાં સત્સંગો હોય ત્યાં બીયુ સર્ટી અને ફાયર એનઓસીનો નિયમ અમલમાં બનશે જે મુદ્દે મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.

સમાજની વાડીઓને બીયુમાં રાહત, સીલ ખોલાશે

બીયુ સર્ટી અને ફાયર એનઓસી અંતર્ગત સમાજની વાડીઓ સીલ કરવામાં આવી છે. જે મુદ્દે હોબાળો બોલી જતાં અને અનેક પરિવારોના પ્રસંગો અટકાઈ જતાં હવે કોર્પોરેશન દ્વારા સમાજની વાડીઓ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો ફીટ કર્યા બાદ ફાયર એનઓસી મેળવી લેવાની રહેશે. જ્યારે વર્ષો પહેલા બનાવવામાં આવેલ સમાજની વાડીઓના જૂના બાંધકામોમાં ફેરફાર કરવા માટે સમયની માંગણી કરવામાં આવતા બીયુ સર્ટી મુદ્દે હવે સમય આપવામાં આવશે અને ફાયર એનઓસી રજૂ કર્યા બાદ વાડીઓના સીલ ખોલી આપવામાં આવશે. તેમ ફાયર વિભાગમાંથી જાણવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement