For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાફરાબાદમાં બહેનને પરેશાન કરતા ધો.12ના છાત્રને ભાઇએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો

12:37 PM Oct 12, 2024 IST | Bhumika
જાફરાબાદમાં બહેનને પરેશાન કરતા ધો 12ના છાત્રને ભાઇએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો
Advertisement

મૃતક અને છાત્રાની કોલ ડિટેઇલની તપાસ, આરોપીની ધરપકડ: છાત્રા અને છાત્ર વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા

જાફરાબાદના નાગેશ્રીની સ્કુલમા ધોરણ-12મા છાત્ર છાત્રા સાથે ભણતા હોય છાત્રાએ સવારે ફોન કરી છાત્રને પોતાના ઘરે બોલાવ્યા બાદ માથાકુટ થતા છાત્રાના ભાઇએ યુવકને પેટમા છરીનો એક ઘા મારી હત્યા કરી નાખતા આ વિસ્તારમા ચકચાર મચી છે. પોતાની બહેનને પરેશાન કરતો હોવાથી તેણે આવુ કર્યું હતું. ધોરણ 12મા ભણતા છાત્રની હત્યાની આ ઘટના જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે ગઇકાલે બપોરે બની હતી. જયાં નાગેશ્રીમા પહેલી પાટીમા બારૈયા શેરીમા રહેતા જયદીપ જીણાભાઇ પરમાર (ઉ.વ.18) નામના યુવકની મીઠાપુરના અંકુશ ઉર્ફે હકો મનુભાઇ બાંભણીયા નામના શખ્સે છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જયદીપ પરમાર અને અંકુશની બહેન બંને ધોરણ 12મા જાફરાબાદની એસ.કે.વરૂૂ માધ્યમિક શાળામા સાથે અભ્યાસ કરતા હતા.

Advertisement

ગઇકાલે સવારે છાત્રાએ ફોન કરીને જયદીપને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ સમયે છાત્રાની બે અન્ય બહેનો ઘરે હાજર હતી. જયારે તેનો ભાઇ અંકુશ વાડીએ ગયો હતો. છાત્રાની બહેનોએ ફોન કરીને ભાઇને ઘરે બોલાવ્યો હતો. આ યુવાન પોતાની બહેનને પરેશાન કરતો હોય અંકુશે તેની સાથે માથાકુટ કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતા અંકુશે પોતાની પાસે રહેલી છરીનો એક ઘા જયદીપના પેટમા મારી દીધો હતો. જેથી તે લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો.આ યુવકને સારવાર માટે પ્રથમ રાજુલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે મહુવા દવાખાને રીફર કરાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ટ્રક ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા જયદીપના પિતા જીણાભાઇ ભગવાનભાઇ પરમારે આ બારામા અંકુશ બાંભણીયા સામે નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવને પગલે સ્થાનિક સરપંચ અને અન્ય આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા.

હત્યારા યુવકે આ છાત્ર પોતાની બહેનને પરેશાન કરતો હોવાનુ અને 15 દિવસ પહેલા પણ અણછાજતુ વર્તન કર્યુ હોવાનુ રટણ કર્યુ હતુ. છાત્ર છાત્રા વચ્ચે પ્રેમસંબંધની પણ આશંકા હોય બંનેની કોલ ડિટેઇલ મંગાવાય છે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે.

ઘટનાની તપાસ કરી રહેલા સીપીઆઇ પી.વી.પલાસે જણાવ્યું હતુ કે હત્યા કેસના આરોપીની ધરપકડ કરી લેવાય છે. સમગ્ર ઘટના કઇ રીતે બની તે અંગે ઉંડાણથી તપાસ શરૂૂ છે. મૃતક જયદીપના પિતા જીણાભાઇ પોતાના ટ્રકની સર્વિસ કરાવવા દુધાળા ગામે ગયા હતા ત્યારે હત્યારા અંકુશે તેમને મોબાઇલ પર કોલ કરી મે તમારા દીકરા જયદીપને છરીનો ઘા મારી દીધેલ છે. તમે તેને અહી મારા ઘર પાસેથી લઇ જાઓ તેમ કહ્યું હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement