રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયા નજીક બાઇક સ્લિપ થતાં બનેવીની નજર સામે જ સાળાનું મોત

02:01 PM Dec 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતા સતવારા જ્ઞાતિના બે યુવાનો (સાળા-બનેવી) સોમવારે રાત્રિના સમયે બાઈક પર દ્વારકા રોડ ઉપરથી એક ખાનગી કંપનીમાંથી નોકરી કરીને ખંભાળિયા પરત ફરી રહ્યા હતા. ત્યારે માર્ગમાં તેમના મોટરસાયકલ સાથે કોઈ જાનવર ટકરાતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવાના કારણે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેની સાથે જઈ રહેલા તેમના બનેવીને પણ ગંભીર ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા શહેર નજીકની આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતો અતુલભાઈ મનજીભાઈ ચોપડા નામનો 24 વર્ષનો સતવારા યુવાન તેના બનેવી હાર્દિકભાઈને મોટરસાયકલ પર સાથે લઈને સોમવારે રાત્રે આશરે નવેક વાગ્યાના સમયે આ બંને યુવાનો પરત ફરી રહ્યા હતા. ત્યારે દ્વારકા - ખંભાળિયા તરફના ઓવરબ્રિજ પહેલા આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વખતે બાઈક ચાલક અતુલભાઈના વાહન સમયેકોઈ જનાવર નીકળતા તેમનું મોટરસાયકલ આ જનાવર સાથે ધડાકાભેર ટકરાયું હતું.
જેના કારણે સર્જાયેલા બાઈક અકસ્માતમાં અતુલ તથા હાર્દિકને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અતુલનું મૃત્યુ નીપજ્યાનું તબીબો જાહેર કર્યું હતું. જ્યારે હાર્દિકને પણ ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના ભાઈ જીજ્ઞેશભાઈ મનજીભાઈ ચોપડાની ફરિયાદ પરથી મૃતક યુવાન અતુલભાઈ ચોપડા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણ થતા સતવારા આગેવાનો તેમજ કાર્યકરોએ ઘટના સ્થળે તેમજ ઘવાયેલા યુવાનને જામનગર ખસેડવા માટે દોડી જઈને સહાયભૂત બન્યા હતા. આ બનાવે સતવારા સમાજમાં અરેરાટી પ્રસરાવી છે.

Tags :
deathgujaratgujarat newsKhambhaliya courtKhambhaliya news
Advertisement
Next Article
Advertisement