ભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના પાટીયા પાસે ત્રણ કારનો અકસ્માત થતાં એ કાર એ ગુલાટ મારતા તેમાં સવાર સાળા -બનેવી ના મોત નીપજ્યા છે અને બે મહિલા સહિત ચારને ઇજા પહોંચી છે.
અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભંડારીયા ગામે રહેતા ભુવા દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ ઉ.વ.33 તેના પતિ ભાવનાબેન દિનેશભાઈ અને પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા તેમના સંબંધી જીતુભાઈ ધરમશીભાઈ પરમાર ઉભો 30 તથા તેમના પત્ની મુક્તાબેન જીતુભાઈ પરમાર અને બે બાળકો જયપાલ અને નૈતિક સહિતના પરિવાર ગઈકાલે ભંડારીયા ગામેથી દિનેશભાઈના મિત્ર અમરગઢ વાળા વિજયભાઈ ધીરુભાઈ મકવાણાની ટોયોટા ક્રુજર કાર લઈને ભંડારીયા થી ગરાજીયા ગામે જવા નીકળ્યા હતા ત્યારે સવારે સાનોદર ગામના પાટીયા પાસે પહોંચતા પાછળથી આવી રહેલ અલ્ડીગા કાર અને અલ્ટો કાર એ ટક્કર મારતા કુજર કાર પલટી ખાઈ ગઈ હતી અને જેને કારણે તેમાં બેઠેલા દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ ઊં.વ. 33 તથા જીતુભાઈ ધરમશીભાઈ પરમાર ઊં.વ. 30 ના મોત નીપજ્યા હતા. બંને સાળા- બનેવી થતા હોવાનું જાણવા મળેલ છે. ઉપરાંત કારમાં સવાર મુક્તાબેન જીતુભાઈ પરમાર, ભાવુબેન દિનેશભાઈ ચૌહાણ, જયપાલ જીતુભાઈ પરમાર અને નૈતિક જીતુભાઈ પરમાર તથા વિજયભાઈ ધીરુભાઈ મકવાણાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. આ અકસ્માતથી મૃતક બંને પરિવાર માં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.