For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલામાં બહેનની હત્યાની કોશીશ કરનાર ભાઇની ધરપકડ

11:04 AM Jul 30, 2024 IST | admin
ચોટીલામાં બહેનની હત્યાની કોશીશ કરનાર ભાઇની ધરપકડ

ભાઇ-ભાભીના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડતા છરી મારી હતી

Advertisement

બે દિવસ પૂર્વે ચોટીલા મફતિયાપરા વિસ્તારમાં બહેનને છરી હુલાવી ગંભીર ઇજા પહોંચાડનાર ભાઇની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા મફતિયાપરા વિસ્તારમાં ગત તા.24 ના સણોસરા ગામના ગુલાબબેન વિજયભાઈ ઝાપડીયા તેમના પરીવાર સાથે ચોટીલા ખાતે રહેતા તેમના ભાઇ અશ્વિનભાઇ ઉર્ફે મુંજો ભનુભાઇ કટેશીયાની પત્નિ નિલોફર ઉર્ફે નિલુબેનની ખબર પુછવા આવેલ હોય તે વખતે અશ્વિનભાઇ તથા તેની પત્નિ નિલોફર ઉર્ફે નિલુબેન વચ્ચે બોલાચાલી થયેક જે ઝઘડો શાંત પાડવા અશ્વિનભાઇની સગી બહેન ગુલાબબેન વચ્ચે પડી સમજાવટ કરતા હતા તે વખતે સગો ભાઈ અશ્વિને ઘરમાંથી છરી કાઢી સગી બહેન ઉપર છરી વડે હુમલો કરી પેટના ભાગે છરી મારી ગંભીર ઇજા પહોંચાડી મજકુર ઇસમ ફરાર થઇ ગયેલ હતો. આરોપીને સોધવા પોલીસ પ્રયાસ કરી રહેલ તે દરમ્યાન ડુંગર નજીકના વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે હોવાની માહિતી મળતા પીઆઈ આઇ. બી. વલવી તથા સ્ટાફે આરોપીની ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement