પાવઠી ગામે કારમાં ગુંગળાઇ જતાં ભાઈ-બહેનના મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે બે સગા ભાઈ બહેન ના આજે કાર મા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યા છે.બપોર બાદ રમવા નીકળેલ બાળકો સાંજસુધી ઘરે પરત ન ફરતા પરિવાર જનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા મકાન માલિક નક કાર મા બેભાન પડેલ બાળકો મળી આવ્યા હતા.જેને તળાજા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા બંને ને તબીબે મૃત જાહેર કરેલ હતા.
હે કુદરત...જેવા મુખ માંથી શબ્દોસરી પડે તેવી કરુંણાંતિકા ની મળતી વિગતો મુજબ તળાજા ના પાવઠી ગામે બટુકભાઈ હમીરભાઈ ઝીંઝાળા ના મકાનમાં ભાડે રહેતા અને પીથલપુર ગામે રત્નકલાકાર તરીકે કામ કરતા દિપક જયસુખભાઈ સોઢાતર ની ધો.1 મા અભ્યાસ કરતી દીકરી તન્વી ઉ.વ.6 અને ગામની આંગણવાડીમા જતો દીકરો હિત ઉ.વ.4 બંને ભાઈ બહેન ના મકાન માલિક ની ફોર વહીલ મા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યા હતા.
અરેરાટી ઉપજાવતા બનાવ અંગે હતભાગી પિતા એ જણાવ્યું હતુ કે દીકરી બપોરે સ્કૂલેથી આવ્યા બાદ બંને ભાઈ બહેન સાથે રમતાહતા.સાંજના છ એક વાગ્યાસુધી જોવા ન મળતા બંને ની શોધખોળ હાથ ધરતા ઘરના આંગણામાજ મકાન માલિક ની કાર મા બે ભાન હાલતે જોવામળ્યા હતા.બંને ને તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટર એ મૃત્યુ પામેલ જાહેર કરતા પરિવારમા આક્રંદ ફેલાઈ ગયું હતું.બે દીકરી અને એક દીકરો મળી ત્રણ સંતાન હતા.
દિપકભાઈ સોઢાતર ના લગ્ન ઠળિયા ગામે અમૃતભાઈ હરિભાઈ શિયાતર ને ત્યાં થયા હતા. બનાવ ના પગલે તળાજા તાલુકા પંચાયતના ભાજપ સભ્ય સંજયભાઈ કટારિયા સહિતના સ્નેહી અને સેવાભાવી લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.