રાજકોટના પડઘા, સુરત BRTS બસ સ્ટેન્ડમાં બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ
રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બસ ડ્રાઈવરોના લાયસન્સ તેમજ બ્રેથ એને લાઈઝર દ્બારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક શાખા દ્વારા વીઆર મોલ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના બસ સ્ટેન્ડ પર પર આવતી બસોના ડ્રાઈવરોના લાયસન્સ ચેક કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ડ્રાઈવરોની બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ટ્રાફિક પી.એસ.આઈ. S. F ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવર સ્પીડીગ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે એના અનુસંધાનમાં ગુજરાતમાં બનતા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે આજે સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહલોત, જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ અને ડીસીપી અમિતાબેન વાનાણી અને એસીપી એસઆર ટંડેલે એક ટીમ સ્વરૂૂપે બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રીંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની સૂચના આપેલી હતી.
સૂચના અનુસંધાને આજરોજ વીઆર મોલ પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર જે બસો આવો છે તેને રેન્ડમલી બસના ડ્રાઈવરોના ડ્રાઈવીગ લાયસન્સ તેમજ બ્રેથ એનેલાઈઝર વડે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ કોઈ ડ્રાઈવર ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવ્યો નથી અને જો મળી આવ્યો હોત તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.