ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રોકડી પર બ્રેક! ટ્રાફિક દંડની રકમ વોલેટ-એપમાંથી ભરી શકાશે

03:30 PM Oct 28, 2025 IST | admin
Advertisement

ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) એપમાં જઇ ગૂગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો મારફત પેમેન્ટ કરી શકાશે

Advertisement

રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS)મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂૂ કરવામાં આવી છે.

રાજ્યમાં વર્ષ 2023થી One Nation One Challan એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એમ-પરીવહનની સાઇડ ઉપરથી તથા ઙજ્ઞજ મારફત ભરી શકતા હતા.

હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે. તેના માટે એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.
આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણા ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઇ કર્યા બાદ સમાધાન રૂૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે. આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તથા વાહનચાલકોને સહેલાઇથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે, જે ડિજિટલ ગુજરાતના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

 

Tags :
gujaratgujarat newsgujarat policeTraffic fine
Advertisement
Next Article
Advertisement