દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી રૂપિયા 40 હજારના પિત્તળના સળિયાની ચોરી
સીસીટીવી કેમેરામાં બે તસ્કર મહિલા કેદ થઈ હોવાથી પોલીસ દ્વારા શોધખોળ
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં આવેલા એક બ્રાસના કારખાનામાંથી રૂૂપિયા 40 હજારની કિંમતના 80 કિલો પિતળના સળિયાની ચોરી થઈ હતી, તે સળિયા ની ચોરી કરનાર બે મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને પોલીસ શોધી રહી છે.
જામનગરના નંબર 58 માં રહેતા અને બ્રાસપાર્ટ નું કારખાનું ધરાવતા ભરતભાઈ વિઠ્ઠલભાઈ માંડલિયાએ પોતાના કારખાના ના ખુલ્લા પ્લોટમાં રાખેલા રૂૂપિયા 40 હજારની કિંમતના 80 કિલો પિતાના સળિયા ની ચોરી થઈ ગઈ હોવાનું પોલીસમાં જાહેર કર્યું હતું. જે બનાવ સમય કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે મહિલાઓ ચોરી કરીને જઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ દ્વારા તપાસ શરૂૂ કરાઇ છે, અને કેટલીક શકમંદ મહિલાઓને ઉઠાવી લેવામાં આવી છે.
બીમારીથી મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા વલ્લભભાઈ ઠાકરશીભાઈ ભીમાણી નામના 70 વર્ષના પટેલ જ્ઞાતિના બુઝુર્ગ છેલ્લા કેટલાક સમયથી બીપી તેમજ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા, અને ગઈકાલે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી બેશુદ્ધ બન્યા હતા, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મનોજભાઈ વલ્લભભાઈ ભીમાણીએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.