For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શંકર ટેકરી ઉદ્યોગનગર કારખાનામાં 1.33 લાખના પિત્તળના સામાનની ચોરી

11:46 AM Oct 09, 2024 IST | admin
શંકર ટેકરી ઉદ્યોગનગર કારખાનામાં 1 33 લાખના પિત્તળના સામાનની ચોરી

તસ્કર સીસીટીવી કેમેરામાં સાઈકલમાં પાંચ ફેરા કરીને ચોરી કરતો દેખાયો

Advertisement

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક કારખાનાને એક તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને કારખાના માંથી રૂૂપિયા 1,33,680 ની કિંમત નો પીતળ નો માલ સામાન ચોરી કરી ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. પોલીસ તપાસમાં એક તસ્કર સાયકલમાં અલગ અલગ પાંચ ફેરા કરીને પીતળની ચોરી કરી ગયો હોવાનું ધ્યાનમાં આવતા તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા અને શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું ધરાવતા મનસુખભાઈ ગોવિંદભાઈ મૂંગરા નામના કારખાનેદારે પોતાના કારખાનામાંથી ગત 23.9.2024 ની રાત્રિના સમયે કોઈ તસ્કરે અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને કુલ 1,33,680 ની કિંમતના 242 કિલો પિતળ નો માલ સામાન ચોરી કરી ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ આર.ડી. ગોહિલ અને તેમની ટીમેં કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા તથા આસપાસના વિસ્તારના કેમેરાઓ ચેક કરતાં એક સાયકલ સવાર તસ્કર નજરમાં આવ્યો હોવાનું અને એક જ રાત્રિમાં અલગ અલગ સાયકલના પાંચ ફેરા કરીને પીતળ નો માલ સામાન ચોરી કરીને લઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેના ફૂટેજ ના આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોનું મહાસંમેલન યોજાશે
માહિતી અધિકાર અધિનિયમ 2005 (રાઈટ ટુ ઈન્ફરમેશન એકટ) હેઠળ સરકારી કચેરીઓ માં અરજી ઓ કરી ભ્રષ્ટ્રાચારનો મૃત્યુઘંટ વગાડતા આર.ટી.આઈ. એકટીવિસ્ટો નું રાજયકક્ષા નું મહા સંમેલન જામનગર ખાતે આગામી તા.ર0 મી ઓકટોબર અને રવિવારે યોજાવામાં આવ્યું છે. જામનગરનાં સાત રસ્તા સર્કલ સ્થિત ડો.આંબેડકર હોલ મા સાંજે 5 વાગ્યે યોજાનાર આ મહા સંમેલનમાં ગુજરાત ભર ના આર.ટી.આઈ. એકટીવિસ્ટો, તજજ્ઞો, માર્ગદશકો, એડવોકેટો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને માહિતી અધિકાર કાયદા વિષે વિસ્તૃત જાણકારી આપશે.તેમ આર ટી આઇ એકટીવિસ્ટ ગૌતમ ગોહિલ ( એડવોકેટ) એ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement