તળાજાના ટીમાણામાં ગોરપદુ કરવા જતા બ્રાહ્મણ યુવાનનું અકસ્માત મોત
તળાજાના ટીમાણાથી ભાવનગર બાઇક લઈ ગોરપદું કરવા જઈ રહેલા બ્રાહ્મણ યુવાન નો રીક્ષા સાથે અકસ્માત સર્જાતા સ્થળપર જ મૃત્યુ નિપજેલ હતું.રીક્ષા ચાલક ફરાર થઇ ગયાનું મૃતકના પરિવાર જનોએ જણાવ્યું હતુ. ગામમાં જ સાસરું ધરાવતા વિપુલભાઈ હિમતભાઇ ભટ્ટ ઉ.વ.45 કર્મકાંડ નું કાર્ય કરે છે.તેઓ આજે બાઇક લઈ સવારે આશરે 7 કલાકે ઘરે થી ભાવનગર જવા રવાના થયા હતા.તેઓને ભૂમિપૂજનની ધાર્મિક વિધિ કરવાની હતી.દિહોર થી આગળ સાંખડાસર નજીક પહોંચ્યા ત્યારે રીક્ષા સાથે અકસ્માત સર્જાયેલ.જ્યાં તેઓનું સ્થપરજ મૃત્યુ થયું હતું. મૃતક ને માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે હાથ પગમા પણ ફેક્ચર થયાનું જણાવ્યું હતું.આથી વાહનો સ્પીડ મા અથડાયા હશે.
મૃતક ને પી.એમ માટે તળાજા લાવવામાં આવેલ.અહીં જિલ્લા પંચાયત ના સભ્ય જીતુભાઇ પનોત,સરપંચ,પાલિવાલ બ્રહ્મ સમાજના આગેવાનો આફત ગ્રસ્ત પરિવાર ને સાંત્વના આપવા દોડી આવ્યા હતા.મૃતક ને એક દીકરો અને એક દીકરી છે.તળાજા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી રીક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષાચાલક નશામાં હતો: મૃતકના ભાઇ
તળાજા સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના ભાઈ મહેશભાઈ હિંમતભાઈ ભટ્ટ એ જણાવ્યું હતુ કે અકસ્માત ની જાણ થતા જ અમો તાત્કાલીક પહોંચ્યા હતા.ત્યાં સેવાભાવી યુવકો એ જણાવ્યું હતુ કે રીક્ષા ચાલક સાણોદર ગામના હોવાનું અને નશામાં હોવાનું જણાવ્યું હતુ. રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.