હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણી
હાલમાં ઉનાળાનો આંકરા તાપ તપી રહ્યો છે ત્યારે પીવાનું પાણી ભરવા માટે ગ્રામ્ય પંથકમાં લોકો પરેશાન થઈ રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યાંરે આગામી દીવસમાં પાણીની વિકટ સમસ્યા ન સર્જાય તે માટે નગરપાલિકા તંત્ર અને સ્થાનિક આગેવાનોએ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નમેદા કેનાલ પાણી ચાલુ કરવતા હાલ પુરતું પાણી નું જળસંકટ દૂર થયું છે.
હળવદ બ્રાહ્મણી 2 ડેમ એ જીવાદોરી સમાન માનવામાં આવે છે કારણ કે હળવદ મોરબી અને જામનગર ત્રણને પાણી પૂરું પાડે છે પરંતુ હાલમાં બ્રાહ્મણી બે ડેમમાં માત્ર સાત દિવસ ચાલે તેટલું જ પાણી રહેતા અગામી દિવસમાં પાણી માટે રજળપાટ ન થાય તે માટે હળવદ નગરપાલિકા તંત્ર ચીફ ઓફિસર પ્રમુખ, ઉપ પ્રમુખ, તથા સ્થાનિક આગેવાનોની મદદથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલનું પાણી ચાલુ કરાવી દેતા લોકોને પીવાનું પાણી પૂરતું અને નિયમિત મળી રહેશે, લોકોને ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણી માટે કોય તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નર્મદા કેનાલનું પાણી બ્રામણી 2 ડેમમાં ચાલુ કરવામાં આવ્યું છે.
લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે પાલીકા તંત્ર અને આગેવાનોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત ફળી હતી, તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલનું પાણી ચાલુ કરાવવા આવ્યું હતું.નર્મદા કેનાલ થી બ્રાહ્મણી-2 ડેમમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવતા જળસંકટ સમસ્યા હાલ પુરતી દુર થય છે.લોકોને પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસો સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતાં.