સુરેન્દ્રનગરમાં પ્રેમિકાએ બેવફાઈ કરતાં પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
અન્ય યુવક સાથે પ્રેમિકાને જોઈ જતાં ઝેર પી લેનાર યુવાનને સારવારમાં ખસેડાયો
સુરેન્દ્રનગરમાં પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ જતાં પ્રેમિ ભાંગી પડયો હતો. પ્રેમિકાએ બેવફાઈ કરતાં પ્રેમીએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરમાં જંકશન પાછળ આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતાં રાહુલ દિનેશભાઈ મારવાડી નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર રાહુલ મારવાડીને સુરેન્દ્રનગરમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ પ્રેમિકાએ બેવફાઈ કરી હોય તેમ અન્ય યુવક સાથે ઉભી હતી તે રાહુલ મારવાડી જોઈ જતાં પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ જતાં ભાંગી પડયો હતો અને પ્રેમમાં દગો મળતાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સુરેન્દ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.