For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GPSC દ્વારા તા.7મીએ યોજાનાર વર્ગ-3ની બંન્ને પરીક્ષાઓ રાબેતા મુજબ જ લેવાશે

04:09 PM Aug 23, 2025 IST | Bhumika
gpsc દ્વારા તા 7મીએ યોજાનાર વર્ગ 3ની બંન્ને પરીક્ષાઓ રાબેતા મુજબ જ લેવાશે

GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 237/2024-25 અને 304/2025-26 હેઠળ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી. આ જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળે લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાઓ પણ જાહેર કરી હતી. જેના કારણે ઉપરોકત પરીક્ષા મોકૂફ રખાઇ છે.

Advertisement

નવી તારીખ હવે પછી મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર કરવામાં આવશે. સંબંધિત તમામ ઉમેદવારોને આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી ઉમેદવારોને બે પરીક્ષાઓમાંથી એક પસંદ કરવાની મુંઝવણમાંથી રાહત મળી છે અને તેમને તૈયારી માટે પણ વધુ સમય મળશે.

ઉપરોકત સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગૌણસેવા દ્વારા તેને રદિયો અપાયો છે અને જાહેરાત સંબંધે જણાવ્યુ હતું કે, અમૂક સમાચાર માધ્યમોમાં તા.07/09/25ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત કમાંક 127/2024-25 નાયબ સેકશન અધિકારી, વર્ગ-3/ નાયબ મામલતદાર, વર્ગ-3 તથા 08/2025-26 નાયબ સેકશન અધિકારી, વર્ગ-3/નાયબ મામલતદાર, વર્ગ-3ની પ્રાથમિક કસોટી મુલતવી રાખવાના બાબતના ખોટા સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. સદરહું બંન્ને જાહેરાતોની પ્રાથમિક કસોટી રાબેતા મુજબ તારીખ 07/09/2025ના રોજ યોજાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા અનુરધો કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement