બોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલી
વાવ-થરાદ મુકાયા, સરકારના નિર્ણય સામે ઉઠેલા સવાલો
રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની નવી ફરજિયાત બદલીઓ કરવામાં આવી છે. જેમાં બોટાદના પોલી અધિક્ષકને વાવ-થરાદ ખાતે વધારાની કેડરની પોલીસ અધિક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આના માટે ગાંધીનગરની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ખાલી પડેલી કેડરની પોસ્ટનું તાત્કાલિક રૂપાંતર કરવામાં આવ્યું છે.તેમની સ્થાને આઇપીએસ ધર્મેન્દ્ર શર્માને બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે નિયુક્તિ મળી છે.
તેઓ 2 ઓક્ટોમ્બરથી નવી ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, બોટાદ એસપી તરીકે ફરજ બજાવનારા ચિંતન તેરૈયા કેમિકલ એન્જિનીયરિંગના અભ્યાસ બાદ વર્ષ 2011માં જીપીએસી પાસ કરી સરકારી સેવામાં જોડાયા હતા અને હજૂ એક માસ પહેલા જ બોટાદના એસ.પી. તરીકે મુકાયા હતા. આ દરમિયાન તેમણે દારૂના ધંધાર્થીઓ સહિત ગેરપ્રવૃતિ કરતા તત્વો સામે કડક હાથે પગલા લીધા હતા ત્યારે જ તેમની બદલીથી લોકોમાં પણ સરકારના નિર્ણય સામે સવાલો ઉઠયા છે.