For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદના માથક ગામે બૂટલેગરોએ જાતે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું

11:40 AM Mar 25, 2025 IST | Bhumika
હળવદના માથક ગામે બૂટલેગરોએ જાતે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું

Advertisement

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામા આવી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મથક ગામની સીમમાં પ્રોહી. બુટલેગરના ગુન્હામાં અનેક વાર પોલીસ ચોપડે ચડી ચૂકેલ બે ભાઈઓને તલાટી દ્વારા નોટિસ પાઠવતા આજરોજ બંને એ 450 ચોસર વાર જંત્રી મુજબ કિંમત રૂૂ.30,960 નું દબાણ તેમજ પાકી બનાવેલ ચાર દુકાનો અને કેબીનોનું જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા અને પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી, બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

જેમાં મથક ગામની હદ વિસ્તારમાં રોહિત વાઘજીભાઇ પરમાર તેમજ ચતુર વાઘજીભાઇ પરમાર વિરુધ્ધમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂૂના અને મારામારીના અનેક ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયા છે. જે બંને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો તેમજ કેબીન બનાવી હતી. જે બાબતે પ્રાથમિક તપાસ કરતા જમીન ખાલી કરાવવા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી હતી.

જેને લઈને આજરોજ બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી ખાલી કરી આપી છે. જે સરકારી જમીન આશરે 450 ચોરસ વાર હોય અને જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 30,960 / નું દબાણ તેમજ પાકી દુકાનો 4 બનાવેલ અને કેબિન રાખેલ જગ્યાનું ડિમોલિશન કર્યું છે..

Advertisement
Tags :
Advertisement
Advertisement