For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPLમાં "ભૂદેવ” નામધારી બુકીનું 100 કરોડનું ઉઠમણું

03:58 PM Jun 09, 2025 IST | Bhumika
iplમાં  ભૂદેવ” નામધારી બુકીનું 100 કરોડનું ઉઠમણું

Advertisement

મધ્ય ગુજરાતની ઘટનામાં એક નેતાજી અને અમુક વર્દીધારીઓ "પતાવટ” માટે મેદાનમાં

ઈન્ડિયન પ્રીમીયર લીગ બુકીઓ માટે મોટો તહેવાર ગણાય છે પરંતુ IPL 2025 એ ઢગલાબંધ બુકીઓને રોવડાવ્યા છે. ગુજરાત સહિત દેશભરના એક ડઝન જેટલાં બુકીઓએ દોઢેક હજાર કરોડથી પણ વધુ રકમનું ઉઠમણું કર્યું છે. છેલ્લાં એકાદ પખવાડીયાથી બુકી બજારમાં ચાલી રહેલી ચર્ચાઓમાં મધ્ય ગુજરાતનો બુકી ભૂદેવ Hot Topic બન્યો છે. IPL 2025 ટુર્નામેન્ટની મેચોમાં સટ્ટો રમતો અને રમાડતો બુકી ભૂદેવ એક મેચમાં સર્જાયેલા મેજર અપસેટના કારણે કરોડોનો દેવાદાર બની ગયો હોવાની વાત સામે આવી છે. ભૂદેવ આશરે 100 કરોડમા ઉઠી જતા પંટરોથી તેને બચાવવા ખાદી અને ખાખીએ હવાલો લીધાની ચર્ચાએ ભારે જોર પકડયુ છે.
ક્રિકેટ સટ્ટા બજાર માં હંમેશા તલ્લીન રહેતા મધ્ય ગુજરાતના બુકીને બજારમાં ભૂદેવ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લાં ત્રણેક વર્ષથી ક્રિકેટ સટ્ટા બજાર માં મોટા ગજાના બુકી તરીકે ભૂદેવ પ્રસ્થાપિત થયો હતો. અનેક વખત ઉીબફશ ઝશિા મારી ચૂકેલો ભૂદેવ સટ્ટા બજારમાં ફેન્સીનો માસ્ટર હોવાનું કહેવાય છે.

Advertisement

IPL સહિતની ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચોમાં ભૂદેવે કરોડો રૂૂપિયા છાપ્યા અને મિલકતો પણ વસાવી. IPL 2025 માં શરૂૂઆતની મેચોમાં મધ્ય ગુજરાતના બુકી ભૂદેવે સારી એવી બેટિંગ કરી હતી. જો કે ઑપરેશન સિંદૂર બાદની એક મેચમાં વારંવાર સર્જાયેલી રસાકસીના કારણે ભાવમાં થયેલી મોટી ઉથલપાછલમાં ભૂદેવના પાસા ઉંધા પડ્યા અને 100 કરોડથી વધુની રકમ ચૂકવવાની નોબત આવી. ભોગ બનેલા બુકીઓના જણાવ્યાનુસાર ભૂદેવે જીતના નાણા ઘર ભેગા કરી લીધા બાદ લેણદારોને ચૂકવણું નહીં કરવાનું મન બનાવી લઈ નાદારી નહીં નાગઈ નોંધાવી છે.

અમદાવાદના પાડોશી જિલ્લામાં આવેલા વિધાનસભા ક્ષેત્રમાં ભારોભાર રાજ ધરાવતા નેતાજીએ ભૂદેવની મદદ કરવાની ખાતરી આપી છે. સ્થાનિક પોલીસને ખિસ્સામાં રાખતા ધારાસભ્યનો પડ્યો બોલ ઝીલવાના આદી અધિકારીઓ પણ ભૂદેવની મદદમાં આવી ગયા છે. પાછલા વર્ષોમાં બુકી ભૂદેવ પાસેથી સારા એવા આર્થિક લાભ (હપ્તા) ખાનારા ખાખી અને ખાદીધારીને ઋણ ઉતારવાનો સોનેરી મોકો હાથ લાગ્યો છે. હિતેશ નામના પોલીસવાળાએ ભૂદેવ પાસે ઉઘરાણી કરનારા બુકીઓ અને લેણદારોની યાદી મેળવી લીધી છે. એક ચર્ચા અનુસાર સરકારી ચોપડે ભૂદેવને ભોગ બનનાર દર્શાવી લાખો/કરોડોના લેણદાર બુકીઓ અને ખેલીઓને પોલીસ એક પછી એક બોલાવી રહી છે. ગેરકાયદેસરના ધંધાની ઉઘરાણી ભૂલી જવાની મજબૂરી સાથે લેણદારોના પોલીસ તોડ કરતી હોવાથી પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

મહાદેવ કેમ કમાયો
IPL 2025 ની છેલ્લી 10 મેચમાં હાર-જીત પર દાવ લગાવનારા અનેક ખેલીઓની ગણતરી ઉંધી પડી હતી. ક્રિકેટ સટ્ટા બજારમાં હોંશિયારી અપનાવનારા ખેલીઓએ સટ્ટાના ભાવમાં આવતા ફેરફાર મુજબ સોદા બદલનારા ફાયદામાં રહ્યાં છે અને વધુ આત્મવિશ્વાસ ધરાવનારાઓની વાટ લાગી છે. ગુજરાતના ભૂદેવ જેવા દસેક બુકીઓએ વધુ પડતા આત્મવિશ્વાસ અને છેલ્લી કેટલીક મેચોમાં સર્જાયેલા અપસેટના કારણે કરોડો રૂૂપિયા ચૂકવવાના આવ્યા છે. બીજી તરફ ખજ્ઞતિં ઠફક્ષયિંમ બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ IPL 2025 માં નાના-મોટા બુકીઓ પાસે સોદા લખાવીને 2 હજાર કરોડ કમાયો છે. મધ્યપ્રદેશના જબલપુરનો સટ્ટોડીયો શંકર ઇજ્ઞજ્ઞસશય જફીફિબવ ઈવફક્ષમફિસફિ ફહશફત ખફવફમયદ કરતા પણ 300-400 કરોડ રૂૂપિયા વધુ કમાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement