ફેમિલી કોર્ટમાં બોમ્બ સ્કોડનું ચેકિંગ
05:15 PM Jun 25, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટની જિલ્લા અદાલત અને અમદાવાદ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ગઈકાલે બોમ્બ સ્કોડની ટીમે ચેકીંગ કર્યુ હતું. દરમિયાન આજે બીજા દિવસે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમે હોસ્પિટલ ચોક નજીક આવેલ ફેમીલી કોર્ટમાં સલામતીના ભાગરૂપે રૂટીંગ ચેકીંગ કર્યુ હતું. કોર્ટ બીલ્ડીંગના પાર્કિંગ તેમજ અલગ અલગ ઓફિસમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતું. ગઈકાલે મળેલ બોમ્બથી ધમકી વાળા ઈમેલ બાદ સલામતિના ભાગરૂપે આ ચેકીંગ કરવામાં આવ્યાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Advertisement
Next Article
Advertisement