રેસકોર્સ ખાતે આવતીકાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ
સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ગીતોની વણઝાર સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 52-મી વર્ષગાંઠની ઉજવણીના આવતીકાલે રાત્રે 8:00 કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત બોલિવુડ મ્યુઝિકલ નાઈટ યોજાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 52-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે રેસકોર્ષ ખાતે તડામાર તૈયારી શરૂ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 52-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે આવતીકાલ તા.19/11/2025, બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમનું આયોજન કરેલ છે.
વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત મેયર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ માન.કેબિનેટ મંત્રી તથા રાજકોટ શહેર પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ કાર્યક્રમના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી શરૂૂ કરવામાં આવેલ છે. જેમાં, મંડપ, લાઈટ્સ સાઉન્ડ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા વગેરે જેવી કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે અધિકારીઓ અને તેના તાબા હેઠળના કર્મચારીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટમાં તેઓ પોતાના મધુર કંઠે જા રાંઝણ રાંઝણ (દો પતિ), હમસફર (સૈયારા), બેખયાલી (કબીર સિંહ), મેરે સોણીયા (કબીર સિંહ), શિવ તાંડવ (આલ્બમ), રામ સિયા રામ (આદિપુરુષ), ઓ માઇયા મેનુ યાદ આવે (જી), મલંગ સજના (આલ્બમ) વગેરે જેવા અનેક સુપ્રસિદ્ધ ગીતોથી શહેરીજનોને ડોલાવશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.