ધ્રોલના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માત
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક સોયેલ ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક બોલેરો પીકઅપ વેન ને અકસ્માત નડ્યો હતો. બોલેરો પીકપ વેન નું ટાયર ફાટી જતાં પલ્ટી મારી ગયું હતું. જેથી તેમાં બેઠેલા આઠ જેટલા શ્રમિકો ઇજાગ્રત બન્યા છે, અને તમામને ધ્રોળની સરકારી હોસ્પિટલના સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતના બનાવ બાદ ધ્રોળનો પોલીસ કાફલો દોડતો થયો છે. જામનગર- ધ્રોલ હાઈવે પર આવેલ સોયલ ટોલનાકા નજીક આજે સવારે અકસ્માત સર્જાયો હતો. ધ્રોલ પંથકમાંથી મજુરોને લઈને જઈ રહલા બોલેરો પીકઅપવાનનું ટાયર ફાટી જતાં અકસ્માત નડ્યો હતો.
આ દરમિયાન પિકઅપવાનમાં સવાર 8 જેટલા મજુરોને નાની મોટી ઈજા થઈ હતી. જેને લઇને લોકોના ટોળા એકઠા થયા હતા. લ દરમિયાન સ્થાનિકો દ્વારા 108 નંબરની એમ્બ્યુલન્સને જાણ કરતાં તેનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને તમામ ઇજાગ્રસ્તોને ધ્રોળ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
કેટલાક ઇજાગ્રસ્ત ને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પણ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલના એએસઆઈ જે કે દલસાણીયા બનાવના સ્થળે, અને સરકારી હોસ્પિટલમાં દોડી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે.