For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોલેરો પુલ પરથી 10 ફૂટ નીચે ખાબકી, કાર્યપાલક ઇજનેર સહિત બેના મોત

05:17 PM Jun 06, 2025 IST | Bhumika
બોલેરો પુલ પરથી 10 ફૂટ નીચે ખાબકી  કાર્યપાલક ઇજનેર સહિત બેના મોત

અમદાવાદથી અધિકારી આવ્યા હોય ભાવનગર સાઇટ કામે ગયા હતા, પરત ફરતા રાજકોટની ભાગોળે નડેલો અકસ્માત

Advertisement

બંન્નેનાં મૃત્યુથી સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી, બોલેરોમાંથી બંન્ને મૃતદેહ માંડ-માંડ કાઢયા

રાજકોટ શહેરનાં ભાવનગર રોડ પર આવેલા મહીકા ગામથી આગળ વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમા પુરઝડપે જઇ રહેલી બોલેરો વિઠ્ઠલવાવ પુલ પરથી નીચે ખાબકતા કારમા સવાર ચાલક અને તેમા બેઠેલા માર્ગ મકાન વિભાગનાં યાંત્રીક કાર્યપાલક ઇજનેરનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા બહુમાળી ભવનમા નોકરી કરતા માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓ, ફાયર બ્રિગેડનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બોલેરોમાથી બંનેનાં મૃતદેહ મહા મહેનતે બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા મૃતકનાં પરીવારજનો અને મિત્ર વર્તુળ પણ સિવીલ હોસ્પીટલે દોડી ગયુ હતુ. બંનેનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.

Advertisement

વધુ વિગતો મુજબ ભાવનગર રોડ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે પુલ પરથી એક બોલેરો નીચે ખાબકતા બે વ્યકિતનાં મોત થયા હોવાની ઘટના પ્રકાશમા આવતા આજીડેમ પોલીસ, ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને બંને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતા એકનુ નામ ચંપકભાઇ છનજીભાઇ પટેલ (ઉ.વ. પપ) અને બીજા વ્યકિતનુ નામ જાવેદ યુનુસભાઇ પઢીયાર (ઉ.વ. 34) (રહે. જામનગર રોડ બજરંગવાડી શેરી નં 9 નાં ખુણે) હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ પોલીસે બંનેનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે મોકલ્યા હતા. બંનેની ઓળખ થતા જ પોલીસે તપાસ તેજ કરી હતી. અને જાણવા મળ્યુ હતુ કે ચંપકભાઇ મુળ વલસાડનાં વાપીનાં વતની છે. અને રાજકોટ શહેરમા આવેલા હોમગાર્ડ ઓફીસની પાછળ મકાન મકાન વિભાગનાં સરકારી કવાર્ટરમા રહેતા હતા. અને પોતે યાંત્રીક કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 3 વર્ષથી રાજકોટ ખાતે આવેલા બહુમાળી ભવનમા ફરજ બજાવતા હતા. તેઓને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે.

જયારે જાવેદભાઇ કોન્ટ્રાકટ બેઝ પર 1પ વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેમને સંતાનમા 1 દિકરો છે. તેમનાં પિતા એસઆરપી ખાતે નિવૃત એએસઆઇ હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યુ કે ચંપકભાઇ અને જાવેદભાઇ બંને ગઇકાલે અમદાવાદથી અધીકારી આવ્યા હોય જેથી ભાવનગર સાઇટ પર કામે ગયા હતા. અને ત્યાથી પરત ફરતા હતા ત્યારે બોલેરોનાં ચાલક જાવેદભાઇએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બોલેરો વિઠ્ઠલવાવ પાસે પુલ પરથી નીચે ખાબકી હતી. અને બંનેનાં ઘટના સ્થળે મૃત્યુ નીપજયા હતા. બંનેનાં મૃત્યુથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોવાનુ જાણવા મળી રહયુ છે.

મોડી રાતની ઘટનામાં સમયસર સારવાર મળી હોત તો બંનેનાં જીવ બચી ગયા હોત!
ભાવનગર રોડ પર મહીકાનાં પાટીયા પાસે વિઠ્ઠલવાવ નજીક પુલ પરથી બોલેરો કાર નીચે ખાબકતા યાંત્રીક કાર્યપાલક ઇજનેર ચંપકભાઇ અને તેમની સાથેનાં ડ્રાઇવર જાવેદભાઇનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. આ ઘટનામા આજે વહેલી સવારે ઘટના સ્થળથી થોડે દુર આવેલી વાડીનાં ખેડુત ચાલીને જઇ રહયા હતા. ત્યારે બોલેરો જોઇ ત્યા નજીક ગયા હતા. અને અંદર બે વ્યકિત પડેલા હોવાની જાણ પોલીસને કરતા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને બંનેનાં મૃતદેહને મહા મહેનતે બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડયા હતા. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની ઘટના મોડી રાતના 11થી 12 વાગ્યાની વચ્ચે થઈ હોય અને બન્ને વ્યક્તિ ગાડીમાં અંદાજીત આઠથી નવ કલાક પડી રહ્યા હોય અકસ્માતનાં અમુક કલાકોમા જ બંનેને સારવાર માટે હોસ્પીટલે ખસેડયા હોત તો બંનેનાં જીવ બચી ગયા હોત !

Advertisement
Tags :
Advertisement
Advertisement