વિરપુરમાં ચાર દિવસથી લાપતા થયેલી મહિલાનો ખાડામાથી મૃતદેહ મળ્યો
વિરપુરમા માનસીક બીમારીમા સપડાયેલા ભિક્ષુક પ્રૌઢા ઘરેથી લાપતા થયા હતા. ચાર દિવસે લાપતા થયેલા ભિક્ષુક પ્રૌઢાનો ખાડામાથી મૃતદેહ મળી આવતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. પોલીસે પ્રૌઢાનાં મોતનુ કારણ જાણવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિરપુરમા રહેતા કૈલાશબેન ગોવીંદરાય હરીયાણી નામનાં 4પ વર્ષનાં પ્રૌઢાનો વિરપુરમા જુના ગોમટા રોડ પર આવેલ ખાડામાથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રૌઢાનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પોલીસે પ્રૌઢાનાં મોતનુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક કૈલાશબેન હરીયાણીને સંતાનમા એક પુત્ર છે. અને પતિ માનસીક બીમારીમા સપડાયા છે . જયારે કૈલાશબેન હરીયાણી પણ ભિક્ષુક જીવન જીવતા હતા . અને તેઓ પણ માનસીક બીમારીમા સપડાયા હતા. માનસીક બીમારીનાં કારણે 4 દિવસથી ઘરેથી ગુમ થયા બાદ ખાડામાથી મૃતદેહ મળી આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વિરપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.