ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલપુરના મેઘપર ગામમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

12:28 PM Nov 23, 2024 IST | Bhumika
Advertisement

મૃતકના વાલીઓની શોધખોળ કરતી પોલીસ

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી 35 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જે મામલે મેઘપર પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રવિવારે ભરાતી બજારના ખુલ્લા ગ્રાઉન્ડમાં ગઈકાલે આશરે 35 વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી હેમતસિંહ લાલુભા જાડેજા નામના વ્યક્તિએ મેઘપર પોલીસને આપી હતી.

આથી મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા બનાવના સ્થળ પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતક ની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂૂમમાં રાખ્યો છે.

Tags :
dead bodygujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement