For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો

02:05 PM Nov 13, 2025 IST | admin
ગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો

નવજાતને ત્યજી દેનાર માતા સામે ગુનો નોંધાયો

Advertisement

ગોંડલ નાં સ્મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.કોઇ દયાવિહીન માતાએ અધુરા માસે જન્મેલા બાળકનાં મૃતદેહને પ્લાસ્ટિક ની કોથળીમાં પેક કરી કચરાનાં ઢગલા માં ફેંકી દઇ ‘જનની ની જોડ સખી નહી જડે રે લોકોની વ્હાલપ ભરી પંક્તિઓ ને લજવી હતી.બનાવ અંગે બીથડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ પાંજરાપોળ પુલના ખૂણા પાસે કચરો વીણતા યુવાનને પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો.

દરમ્યાન જાગૃત નાગરિક દ્વારા ઘટના અંગે ની જાણ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડને કરાતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અનેનવજાત શિશુના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ નાં તબીબ દ્વારા કચરાના ઢગલા માંથી મળેલ શિશુનો મૃતદેહ આશરે સાત માસના બાળકનો ગર્ભ હોવાનું જણાવાયું હતું. બનાવ અંગેબી.ડીવિઝન પોલીસે તપાસ હાથ ધરી કૃર અને દયાવિહીન માતા ની શોધખોળ શરુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement