ગોંડલના વેરી તળાવમાં પાઇપલાઇનના વાલ્વમાં ફસાયેલી યુવતીની લાશ મળી
ગોંડલ વેરીતળાવ માં વિચિત્ર ઘટના બનવા પામીછે.પાઇપ લાઇન નાં વાલ્વમાં માથુ ફસાયેલી હાલત માં યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી મૃતક અજાણી યુવતી અંગે તપાસ હાથ ધરીછે.પ્રાપ્ત વિગત મુજબ વેરીતળાવ માંથી પાણી શહેર ને સપ્લાય થઇ રહ્યુ હોય આજે પાણી ખુબ ઓછુ આવતું હોય વોટરવર્કસ નાં કર્મચારીઓ દ્વારા લાઇન ચેકીંગ કરતા છેક વેરીતળાવે પંહોચ્યા હતા.તળાવમાં રહેલા કોઠામાં જ્યાંથી પાઇપ લાઇન દ્વારા પાણી સાત ટાંકીએ પંહોચતુ હોય કોઠામાં તપાસ કરતા પાઇપ લાઇન નાં વાલ્વમાં માથુ ફસાયેલી હાલત માં યુવતીનો મૃતદેહ નજરે પડતા તુરંત વોટરવર્કસ સુપરવાઇઝર પરેશ રાવલ, વોટરવર્કસ ચેરમેન શૈલેશભાઈ રોકડ, નગરપાલિકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી, કારોબારી ચેરમેન ક્રીપાલસિંહ જાડેજાને જાણ કરાતા બધા વેરીતળાવ દોડી ગયા હતા.અને બનાવ અંગે પોલીસ ને જાણ કરી ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
આશરે વીસ થી બાવીસ વર્ષ ની લાગતી અજાણી યુવતી અકસ્માતે તળાવમા પડી કે આત્મહત્યા કરી એ તપાસ નો વિષય હોય પીઆઇ.ડામોર દ્વારા રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે તેવુ જણાવ્યુ હતુ.
વેરીતળાવ માંથી ગોંડલ ને પાણી પુરુ પડાય છે.તળાવ ની અંદર કાંઠા નજીક બનાવાયેલાં કોઠામાં થી મોટી પાઇપ લાઇન દ્વારા પાણી સપ્લાય થઇ ખોડીયાર નગર માં આવેલી સાત ટાંકીએ પંહોચે છે.અને ત્યાંથી શહેર નાં વિવિધ વિસ્તાર માં પાણી પંહોચતું કરાયછે.ત્યારે યુવતી વેરીતળાવ પડી હોય કોઠા તરફ ખેંચાઇ હતી.બાદ માં વાલ્વમાં તિવ્ર ગતિએ પાણીનો પ્રવાહ વહેતો હોય યુવતી નું માથુ વાલ્વમાં ફસાયુ હતુ.જેને કારણે પાણીનો પ્રવાહ અટકી જઈ ધીમો થયો હતો. યુવતી બે ત્રણ દિવસ થી તળાવમાં પડી હોય મૃતદેહ કોહવાયેલી હાલત માં મળ્યો હતો.