રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાણપુરના દિગંબર મંદિરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

11:37 AM Feb 27, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મૃતક ત્રણ દિવસથી ગૂમ હતો, કારણ અકળ

Advertisement

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં નદી કિનારે આવેલા દિગંબર મંદિરમાંથી એક યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે.

સ્થાનિક લોકોએ મૃતદેહ જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.પોલીસે તપાસ કરતા મૃતક યુવકની ઓળખ રાજુભાઈ ઘનશ્યામદાસ ગોંડલીયા તરીકે થઈ હતી. રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ગુમ થયા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલ ખસેડ્યો છે. યુવકે આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થશે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Botadgujaratgujarat newsRanpurRanpur newssuicide
Advertisement
Advertisement