વડિયાના માયાપાદરની સીમમાં કૂવામાંથી યુવતીની લાશ મળી
વડીયા તાલુકાના માયાપાદર ગામની સીમમા ગતરાત્રીના એક કુવામાથી યુવતીની લાશ મળી આવતા કુંકાવાવ પોલીસ અને અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ અહી દોડી આવી હતી અને યુવતીની લાશને કુવામાથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડવામા આવી હતી.કુવામાથી યુવતીની લાશ મળી આવ્યાની આ ઘટના વડીયાના માયાપાદર ગામની સીમમા બની હતી.
અહી ગતરાત્રીના ચંદુભાઇ માલવીયાની વાડીમા તેમની જ 21 વર્ષીય પુત્રી રૂૂતિકાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પરિજનો વાડીએ દોડી ગયા હતા અને બાદમા પોલીસને જાણ કરતા કુંકાવાવ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.કુવામા પાણી ભરેલુ હોય અને લાશ તરતી હોય અમરેલી ફાયર બ્રિગેડને જાણ કરવામા આવતા ફાયર ઓફિસર એચ.સી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમના હિમતભાઇ બાંભણીયા, નિલેશભાઇ સાનીયા, કૃષ્ણભાઇ ઓળકીયા, કરનદાન ગઢવી અને સાગરભાઇ પુરોહિત ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવતીની લાશને કુવામાંથી બહાર કાઢી દવાખાને ખસેડવામા આવી હતી. ઘટનાને પગલે પરિજનોમા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી.