મનાઇ છતા દ્વારકાના દરિયામાં ઘૂમી બોટો?
કોની મંજૂરીથી બોટોને દરિયામાં જવા દેવાઇ?
દ્વારકાના દરિયામાં આજે શનિવારે બોપરના સમયે દરિયાં ચહેલ પહેલ કરતી બોટો જોવા મલી હતી. ઓખા મત્સ્યોગ ખાતા દ્વારા ખરાબ હવામાન તથા ભારે પવન ફુકાવાનો હોય માછીમારી બોટ્સને ટોકન ઈસ્યુ ન કરવા તથા માછીમારોને દરિયો ન ખેડવા તા, 26 થી 31 તેમજ 31 થી 2/9/2024 જ્યા સુધી નવી સુચના ના મળે અને ટોકન ઇસ્યુ ના થાય ત્યા સુધી કોઇપણ માછીમારી બોટો એ દરિયામાં માછીમારી માટે જવુ નહી તેમજ પગડિયા માછીમારે પણ માછીમારી દરિયામાં જવું નહી જીલ્લાના તમામ બોટ માલિકોએ પોતાની બોટ/હોળીઓ કિનારા ઉપર સલામત રીતે લાંગરી બોટના માછીમારીના ઉપકરણો પર સલામત સ્થળે રાખવા જેથી નુકશાન ના થાય, તમામ માછીમારોએ ફરજિયાતપણે દરિયા તેમજ દરિયાકાઠાં થી દુર જ રહેશે.
નિચાણવાળા વિસ્તારોથી દુર સલામત જગ્યાએ આશ્ચય મેળવવો વહીવટી તંત્ર દ્વારા અપાતી તમામ સુચનાઓનું પાલન કરવૂ જેવી સુચનો આપવામાં આવી હોવા છતા દ્વારકાના દરિયાંમાં કોની મંજુરીથી બોટો દરિયામાં ગઇ? ખરાબ હવામાન ભારે પવનની આગાઇ હોવાથી દરિયામાં ગયેલ બોટોમાં અનિર્છીય બનાવો બનશે ? પછી કુંભકર્ણની નિંદ્રામાં રહેલ તંત્ર જાગશે તેવા સવાલો ઉઠ્યા છે. અગાવ પણ ગેરકાયદે બોટો દરિયામાં ગયેલ હતી.
ત્યારે અહેવાલો બાદ તંત્ર દોડધામ થયું હતું. ઉલ્લેખીયન છેકે તાજેતરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે દ્વારકાના દરિયાં ફસાયેલ 13 માછીમારોનું ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્યું કરવામાં આવ્યું હતું. સબંધિક્ત તંત્ર પહેલેથીજ દરિયાકાઠા વિસ્તારોમાં પુરતી સુરક્ષા તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવી હોય તો આ બોટો દરિયાઇ કઇ રીતે વૈઇ ગયેલ તેવા સવાલો ઉઠ્યા છે.કે પછી દ્વારકાનો દરિયા કાઠો રેઢો પટ પડ્યો છે?