જામનગર શહેર-જિલ્લામાં મતદાર યાદીમાં ગણતરી ફોર્મમાં બી.એલ.ઓ.ની બેદરકારી
ભારત ના ચૂંટણી પંચે ગુજરાત સહીત અન્ય રાજ્યો માટે મતદાર યાદી ની ખાસ સુધારણા જુબેશ નું સમયપત્રક જાહેર કરેલ છે. જેમાં ગણતરીનો સમયગાળો તા. 4-11-2025 થી તા-4-12-2025 સુધી યાદી મેળવી હંગામી મતદાર યાદી તા 9-12-2025 ના પ્રસિદ્ધ કરવાની અને તા 4 -11-2025 થી તા-4-12-2025 સુધી મતદાર ના મથક પર નિમાયેલ બી.એલ.ઓ.( બુથ લેવલ ઓફિસર) ઘરે-ઘરે ફરીને મતદારો પાસે ગણતરી ફોર્મ (એમ્યુનેશન ફોર્મ ભરાવશે. અને કલેક્ટ કરી જશે.તેમ જાહેર કરાયું છે.
ભારતના ચુંટણીપંચ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવેલ છે કે બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે જઈને પહેલા તબક્કામાં ફોર્મ વિતરણ કરાવવામાં આવશે. બીજા તબક્કા માં આ ફોર્મમાં મતદારો ની વિગત ભરવાની કામગીરી કરવામાં આવશે, અને શનિવાર અને રવિવારે મતદાન મથક પર જે વિસ્તાર ના બી.એલ.ઓ. ને કામગીરી સોપવામાં આવી છે તે કરવની રહેશે. વિસ્તાર વાઈઝ કોંગ્રેસ ના કાર્યકરો સતત આ કામગીરી ચાલુ થઇ ત્યાર થી બી.એલ.ઓ. ના સંપર્ક માં વિસ્તાર વાઈઝ હોય છે તથા ઝોનલ ઓફીસ નો પણ સંપર્ક કરવામાં આવે છે. તા 07-11-2025 ના રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરી ઉપર ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આપની સુચના મુજબ અને ચુંટણી પક્ષ ની ગાઈડ લાઈન્સ મુજબ આપને ત્યાંથી નિમણૂક કરેલ બી.એલ.ઓ. એ જે કામગીરી કરવી જોઈએ તે વિસ્તાર વાઈઝ ખાસ કરીને જે સ્લમ વિસ્તાર છે.
તે વિસ્તારમાં સંપૂર્ણપણે કામગીરી કરવામાં આવતી નથી. અમે દરેક બૂથ ઉપર જઈને બી.એલ.ઓ.ની જયારે મુલાકાત લીધી ત્યારે તેમને જે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા તે ફોર્મ કાગળ ઉપર વિતરણ થઇ ગયેલ છે. પણ જે વીતરણ થયેલા ફોર્મ ઓનલાઈન ચડાવવા ની કામગીરી અત્યંત ખરાબ છે.
જે સ્લમ વિસ્તાર છે તે વિસ્તાર માં માત્ર એક બી.એલ.ઓ થી કામગીરી નહિ ચાલે એમાં સહાયજકો ની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે સાથે-સાથે ટાર્ગેટ કરીને જે વિસ્તારને ક્યાંક ને ક્યાંક મતદારોને તેના મત અધિકાર થી વંચિત કરવાની જે કામગીરી થઇ રહી છે. એ પણ જે-તે વિસ્તારો ના મતદારોની મુલાકાત લીધી ત્યારે સ્પસ્ટ થાય છે કે ચુંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક સરકાર ના ઈશારે કામ કરે છે. જેમ કે . 77-ગ્રામ્ય વિસ્તાર વિધાનસભા ના સ્લમ વિસ્તાર ના જે 13 બુથો ત્યાં માત્ર બી.એલ.ઓ.જ હોય છે. અને બીજા ગામડાઓમાં બી.એલ.ઓ.સાથે 5 જેટલા સહાયજકો ની નિમણૂક કરવામાં પણ આવી છે. તો અમુક વિસ્તાર ને બી.એલ.ઓ. છે તે સ્થાનિક કોર્પોરેટર અને વિસ્તાર ના બી.એલ.એ. ને જવાબ પણ નથી આપતા જઈંછ ની કામગીરી જોતા એવું લાગે છે કે સરકાર આવી યોજનાઓ લઇ ગરીબો,મધ્યમો અને સ્લમ વિસ્તારના મતદારો નો મત અધિકાર છીનવાની રચના કરી રહી છે. આ મુદ્દે આજે જામનગર માં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ,પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ ની આગેવાની માં જિલ્લા કલેક્ટર ને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
