મેડિકલ કોલેજમાં IMA દ્વારા રક્તદાન કેમ્પ
04:51 PM Jun 14, 2025 IST | Bhumika
બપોર સુધીમાં 106 બોટલ રક્ત એકત્ર થયું, પ્લેન દુર્ઘટનાના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
Advertisement
અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન દૂર્ઘટાનામાં અનેક લોકોએ જીવગુમાવ્યા જે ઘટનાને ઇન્ડિય મેડિકલ એસો.રાજકોટ દ્વારા શોક વ્યકત કરી આ ઘટનામાં જીવ ગુમાવનાર મુસાફરો અને અકાળે મોતને ભેટનાર તબીબી વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને બી.જે.મેડિકલ કોલેજના સ્ટાફના પરિવારજનો તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઇ રક્તદાન કરી મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ રક્તદાન કેમ્પમાં બપોર સુધીમાં 106 બોટલ રક્ત એકત્ર કરાયું હતુ.
Advertisement
Advertisement