પાટડીમાં BLOને હાર્ટએટેક
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં BLOની કામગીરી કરી રહેલા એક શિક્ષકને કામના ભારણ વચ્ચે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક પાટડીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વિરમગામ ખસેડવામાં આવ્યા હતા.
પાટડીની મોતીબાઈ ક્ધયા શાળા નંબર 4માં ફરજ બજાવતા શિક્ષક જગમાલ મકવાણાને BLOની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. તેમને પાટડી સરકારી હોસ્પિટલથી વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં પાટડી મામલતદાર હરેશ અમીન સહિતનો સ્ટાફ જગમાલભાઈના ઘરે પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોતીબાઈ ક્ધયા શાળા નંબર 4માં કુલ ચાર શિક્ષકો હતા, જેમાંથી બે શિક્ષકો થોડા સમય પહેલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. બાકીના શિક્ષકો પર કામનું ભારણ વધ્યું હતું, જેમાં જગમાલભાઈ મકવાણાને BLOની કામગીરી સોંપવામાં આવી હતી.