રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલમાં અંધાપા કાંડ? ઓપરેશન બાદ વૃદ્ધ દર્દીએ દ્દષ્ટી ગુમાવી ??

05:54 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

મોતિયાના ઓપરેશન સમયે મણી પડદાની પાછળ જતી રહી, ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા ભાંડો ફુટ્યો

Advertisement

 

છાશવારે વિવાદોમાં આવતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી જીટી શેઠ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ એક દર્દીએ દ્રષ્ટી ગુમાવી દીધાનો દર્દીના પરિવારે ચોકાવનારો આક્ષેપ કર્યો છે.

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે સિવિલહોસ્પિટલ ચર્ચાના ચકડોળે રહી છે. સિવિલ હાસ્પિટલમાં તબીબોની બેદરકારી અંગે અનેક વખત આક્ષેપો થયા છે. ત્યારે સિવિલ હોિસ્પિટલ કેમ્સમાં જ આવેલી જીટી શેઠ આંખની હોસ્પિટલમાં જ મોતિયાના ઓપરેશન બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવીદીધાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. જેમાં રાજકોટમાં આજીવસાહત વિસ્તારમાં આવેલા ખોડિયારપરામાં રહેતા માણસુરભાઈ ભુરાભાઈ મકવાણા નામના 60 વર્ષના વૃદ્ધને મોતિયાના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી જીટીશેઠ સરકારી હોસ્પિટલમાં ગત તા. 30ને મંગળવારના રોજ દાખલ કરવામાં આવ્યા હતાં. અને બીજા દિવસે બુધવારના રોજ માણસુરભાઈ મકવાણાની ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મોતિયાનું ઓપરેશન કર્યા બાદ માણસુરભાઈ મકવાણાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બાદમાં માણસુરભાઈ મકવાણાને ઓપરેશન કરાવેલી આંખમાં દુખાવો ઉપડતા શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ખાનગી હોસ્પિટલના તબીબે જોઈ તપાસી માણસુરભાઈ મકવાણાના ઓપરેશનમાં ખામી રહ્યાનું અને મણી પડદા પાછળ જતી રહી હોવાનું જણાવતા પરિવારજનો આક્રોશ સાથે મનસુખભાઈ મકવાણાની ફરી સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતાં અને જ્યાં તબીબોની બેદરકારીના કારણે ઓપરેશન ફેઈલ થયાનું અને મણી પદડા પાછળ જતી રહી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તબીબે મામલો પતાવી અમદાવાદ ખાતે સારવાર અર્થે મોકલવાની વાત કરી ઘટના પાછળ પદડો પાડવાની તબીબે કોશીષ કરી હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલ હોિસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી જીટી શેઠ હોસ્પિટલમાં મોતિયાના ઓરેશન બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.

ઓપરેશન સમયે જ તબીબ ‘ભાંગી ગયું’ એમ બોલતા હતા : દર્દી માણસુરભાઈ
મોતિયાના ઓપરેશનમાં દ્રષ્ટી ગુમાવનાર માણસુરભાઈએ જણાવ્યું કે તેઓ મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયા હતાં. મંગળવારે આખો દિવસ રિપોર્ટ કરાવ્યા બાદ ઓપરેશન થીયેટરમાં લઈ ગયા હતાં. જ્યાં ઓપરેશન વેળાએ તબીબો ‘ભાંગી ગયું છે’ એમ બોલતા હતાં, બાદમાં તબીબોએ ઓપરેશન થઈ ગયુંં છે. કહી વોર્ડ રૂમમાં મોકલી આપ્યા હતાં. બાદમાં રાત્રે મને દુખાવો થતાં તબીબે દવા આપી હતી. બીજા દિવસે સવારે તેમને દેખાતુ બંધ થઈ જતાં તબીબને જાણ કરતા તબીબે અલગ રૂમમાં લઈ જઈ સમજાવી મણીનું ઓપરેશન કરવાનું કહેતા તેમને શંકા જતાં તેમણે ખાનગી હોસ્પિટલમાં જતાં તેમના પડદા પાછળ મણી જતી રહી હોવાનું ખુલ્યું હતું આમ સિવિલના તબીબોની બેદરકારીના કારણે ઓપરેશન વેળાએ મણી તુટીને આંખના પડદાની પાછળ જતી રહી હતી અને તબીબોએ દર્દીને અંધારામાં રાખી બીજુ ઓપરેશન કરાવવાની વાત કરી હતી ત્યારે હવે સિવિલ સર્જન શું પગલા લે છે તે જોવાનું રહ્યું હાલ તો દર્દી દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot Civil Hospitalrajkot news
Advertisement
Next Article
Advertisement