હળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની આંખોમાં અંધાપો
હળવદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખાણખનીજ વિભાગની મિઠી નજરથી ખનન અને વહન થતું હોવાનાં આક્ષેપ અવારનવાર સ્થાનિક લોકો કરતાં હોય છે અને ખાણખનીજ વિભાગે રેલો આવે ત્યારે આળસ મરડી કામગીરી કરવાનો ડોળ કરીને સંતોષ માની લે છે ત્યારે હળવદના રાતાભેર ગામે એક હિટાચી અને ડંમ્પરો પકડીને પોતાની પીઠ થપથપાવી લેનાર ખાણખનીજ વિભાગની આગળની કાર્યવાહી કેવાં પ્રકારની રહેશે કેટલાંય દિવસોથી ખનીજ ચોરી શુ માત્ર વાહનો ઝડપી અને દંડ ફટકારીને સંતોષ માની લેવાનો?
રાતાભેર ગામે ઉંચા ઉંચા ડુંગરા હવે ખીણ બનાવી નાખી છે ત્યારે આ ખનન થયેલી ખાણો માપીને દંડ કોણ આપશે ? સાથે જ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખનન કરીને લાખોપતિ બની ગયેલાં કેટલાંયના તપેલાં ચડી જાય તેમ છે અને તોજ ખનીજ ચોરી રોકી શકાય તેમ છે બાકી તો ખાણખનીજ વિભાગને આંખોમાં અંધાપો છે અને જ્યારે અરજદાર રજૂઆત કરે તો જ કામગીરી કરવાનો ડોળ કરે છે બાકી ખાણખનીજ વિભાગની નૈતિકતા તો વાત શુ કરવી પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવી શકે તેમ છે.