જલારામ બેકરીના ફૂડ સ્ટોલમાં બ્લાસ્ટ: બાળક સહિત 3 દાઝ્યા
કર્મચારીએ એસીની સ્વિચ ચાલુ કરતાં ધડાકા સાથે આગ ભભૂકી ઊઠી, જીએસપીસી ગેસ લાઇન લીકેજ હોવાથી ઘટના બન્યાનો આરોપ, બ્લાસ્ટનું સાચું કારણ શું?
રાજકોટના જંકશન વિસ્તારમાં સિંધી કોલીનીમાં આવેલ જલારામ બેકરીમાં ગઈ કાલ રાત્રીના 8 વાગ્યાં આસપાસ શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિકે એસીની સ્વીચ ચાલું કરતાં જ પ્રચંડ બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ પોલીસ અને ફાયબ્રિગેડ અને થતાં તુરંત દોડી ગયો હતો. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જીએસપીસીની ગેસ લાઈનમાં લીકેજના કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાનું વેપારીએ આક્ષેપ કર્યો હતો. બનાવમાં બે શ્રમિક દાઝી જતાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે મળતી વિગત અનુસાર રાજકોટના જંકશન વિસ્તારની સિંધી કોલીની મેઈન રોડ પર જલારામ બેકરીમાં રાત્રીના આંઠ વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ તેમજ એસીપી ભારાઈ, પ્ર.નગર પીઆઈ ઝણકાટ તેમજ મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ સહિતનો સ્ટાફ ઘટનસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરૂૂ કરી હતી. દુકાનની તમામ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી. બેકરીનો કાંટ માળ તુટી પડ્યો હતો. ધડાકો સાંઢિયા પુલ સુધી સંભળાતા આ વિસ્તારના લોકો ચોકી ઉઠ્યા હતા.
બેકરીમાં આગ લાગતા પાડોશમાં રહેતા લોકો પણ પાણી ભરી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેવામાં તુરંત ફાયબ્રિગેડનની ટીમ પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગઈ કાલે રાત્રિના જલારામ બેકરીમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિકે એસીની સ્વિચ ચાલુ કરતાં જ ધડાકો થયો હતો. અને આગ ભભૂકી હોવાનું જાણવા મળ્યું હતું.આ આગમાં બેકરીમાં કામ કરતાં ઉત્તરપ્રદેશના વતની વિમલ યાદવ (ઉ.વ.20) અને કમલ યાદવ (ઉ.વ.21) દાઝી જતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેકરીમાં ભાગ લેવા આવેલા રાજ નરેશભાઇ વઘવાણી નામનો 6 વર્ષનો બાળક પણ દાઝયો હતો.
બેકરીના સંચાલક ભરતભાઈ સિંધીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બેકરીની બાજુમાં બે દિવસથી જીએસપીસી ગેસની પાઈપલાઈન રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. સોમવારે સવારે ગેસ લીકેજ અંગેની ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થઈ ન હોતી. જેથી આ જગ્યાએ જીએસપીસી ગેસની લાઈનમાં બ્લાસ્ટ થયો હતો અને આઉટલેટના ચીથરા ઉડી ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બેકરીમાં પણ ભારે નુકશાન થયું હતું. અને આસપાસના રહીસો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સદનશીબે કોઈ જાનહાની થઇ ન હતી.
GSPCની ગેસ લાઇન અને વીજળ પુરવઠો બંધ કરાયો; મનપાના અધિકારો ઘટના સ્થળે પહોંચ્યા
રાજકોટમાં જકશન વિસ્તારના સિંધી કોલોની નજીક જલારામ બેકરીમાં થયેલ બ્લાસ્ટની ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ, ડેપ્યુટી કમિશનર નંદાણી, એસીપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તાત્કાલિક સાવચેતીના ભાગરૂૂપે આ વિસ્તારની જીએસપીસીની ગેસ લાઇન અને વીજળ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.