For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લામાં સાંજે 4 થી 8 મોકડ્રિલ અન્વયે 30 મિનીટ સુધી બ્લેક આઉટ

12:59 PM May 07, 2025 IST | Bhumika
દ્વારકા જિલ્લામાં સાંજે 4 થી 8 મોકડ્રિલ અન્વયે 30 મિનીટ સુધી બ્લેક આઉટ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs )એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આગામી 7 મેના રોજ ‘એર રેઇડ સાયરન’ સંબંધિત મોકડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. જે અન્વયે આજરોજ જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

Advertisement

બેઠકમાં કલેકટર રાજેશ તન્નાએ હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આકસ્મિક સ્થિતિમાં યુધ્ધ, હવાઇ હુમલા જેવી સ્થિતિમાં પહોંચી વળવા માટે 07 મેના રોજ સાંજે 4થી 8 કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ,આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે. લોકોએ ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોને આ બાબતે નાગરિકોને સમજૂત કરવામાં આવનાર છે.

ઉપરાંત, કલેકટરએ વધુમાં ઉમેર્યું હતું કે, આવતીકાલે સાંજે 07.45 કલાકથી 30 મિનીટ સુધી બ્લેક આઉટ (અંધારપટ) કરવામાં આવશે. જેમાં નાગરિકોમાં ભય ન સર્જાય પરંતુ જાગૃતતા કેળવાઈ તેવો ઉમદા ભાવ છે. બ્લેક આઉટ દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળવાનું પણ જણાવવામાં આવ્યું છે.

Advertisement

આ તકે બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એચ.એ.જોશી સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement