ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદમાં પાસના કાળાબજાર, ત્રણ ગરબા આયોજકોને ત્યાં જી.એસ.ટી. વિભાગના દરોડા

04:02 PM Oct 01, 2025 IST | Bhumika
Advertisement

નવરાત્રીના ઉત્સવ વચ્ચે અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર GST વિભાગની 10 ટીમોએ અચાનક દરોડા પાડતાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ગુજરાતના લોકપ્રિય કલાકારો આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબા આયોજન સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગને મળેલી માહિતી મુજબ, ગરબાના પાસનું બેફામ વેચાણ થઈ રહ્યું હતું અને નિયત રકમ કરતાં વધુ કિંમતે અથવા બ્લેકમાં પાસ વેચવામાં આવતા હતા. આ દરોડામાં રાજ્યભરમાં 25 થી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 500 થી વધુ પાસની કિંમત ધરાવતા મોટા આયોજકો નિશાન પર હતા.

Advertisement

GST વિભાગને ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ગરબાના પાસનું બ્લેકમાં અને નિયત કિંમત કરતાં વધુ રકમમાં વેચાણ થઈ રહ્યું છે. આ કિંમતો પર યોગ્ય રીતે GST ભરવામાં આવતો ન હતો, GST વિભાગને ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ગરબાના પાસનું બ્લેકમાં અને નિયત કિંમત કરતાં વધુ રકમમાં વેચાણ થઈ રહ્યું છે. આ કિંમતો પર યોગ્ય રીતે GST ભરવામાં આવતો ન હતો અને અમદાવાદ અને સુરતની સુવર્ણ નવરાત્રિ સહિત રાજ્યભરના લગભગ 25 સ્થળો પર ૠજઝવિભાગની ટીમો ત્રાટકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક આયોજકો નિયત રકમ કરતાં વધુ રકમમાં પાસ વેચતા હતા.

અમદાવાદમાં તો એક આયોજકને ત્યાં એક દિવસના પાસની કિંમત ₹10,000 કરતાં વધુ હતી. GST ટીમો દ્વારા ગરબા આયોજકોના સ્થળો પરના કેશ કાઉન્ટરો અને અન્ય નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન મોટી કરચોરી ઝડપાવાની શકયતા દર્શાવાય છે. GST વિભાગની આ સક્રિય કાર્યવાહીથી ગરબા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા આયોજકોમાં ફફડાટ ફેલાયો છે.

Tags :
AhmedabadAhmedabad newsblack marketGST departmentgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement