For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નખત્રાણાના નિરોણામાં ધોળા દિવસે ખનીજનો કાળો કારોબાર

12:17 PM Feb 27, 2024 IST | Bhumika
નખત્રાણાના નિરોણામાં ધોળા દિવસે ખનીજનો કાળો કારોબાર
  • દૈનિક હજારો મેટ્રિક ટન રેતી ચોરી થતી હોવાની રાવ: તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં સવાલ

કરછ જિલ્લા મા હાલ વ્યાપક પ્રમાણ મૉં ખનિજ ચોરી જોવા મળી રહી છે તેવાં મૉં નખત્રાણા તાલુકા પાવરપટી વિસ્તાર ના મુખ્ય મથક નિરોણા ગામે દૈનિક હજારો મેટ્રિક્સ ટન રેતી ચોરી થી અનેક સવાલ પેદા થઇ રહ્યા છે.
આ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર નિરોણા ગ્રામ ની ભરૂૂડ નદી માંથી રેતી ભુજ,નખત્રાણા,ખાવડા સહિત ના વિસ્તારો મૉં સપ્લાઇ થાય છે જ્યા આ રેતી ની કીમત 15 થી 20 હજાર સુધી થાય છે નવાઇ ની વાત્ત એ છે કે કોઈ પણ પરવાનગી વગર આ રેતી 40 થી 100 સળ પરિવહન કઈ રીતે થતું હસે કારણ કે આ લાંબા અંતર સુધી અનેક કોઠા ભેદવા પડતા હસે સુ દરેક જગ્યા એ વહીવટ થતું હસે? નહિતર આ પરિવહન સક્ય નથી તેવું જાગૃત નાગરિક એ જણાવ્યું હતું.

Advertisement

ગ્રામ્ય નાગરિકો ના જ્નાવ્યા મુજબ નદી વિસ્તાર ઊંટ પણ ડૂબી જાય તેવાં મસ મોટા ખાડહ ઠેર ઠેર જોવા મળે છે તો વહીવટી તંત્ર ને આ મસ મોટા ખાડહ કેમ દેખાતા નથી તેવો વેધક પ્રશ્ન સ્થાનિક લોકો કરી રહ્યા છે. નિરોણા પોલીસ સ્ટેશન, ખનિજ વિભાગ, ફ્લાયિંગ સ્કોડ, સ્થાનિક ગુના સોધક શાખા, એસ ઓ જી સહિત ની એજન્સીઓ આ રેતી ચોરી થી શું અજાણ હોઈ સકે? જેવા અનેક સવાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે.એક સમય ના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન એ જે તે સમય સ્થાનિક કક્ષા એ પરિપત્ર બહાર પાડી રેતી ચોરી અંગે જે તે વિસ્તાર સરપંચ -તલાટી ની જવાબદારી ફિક્સ કરવી અને તે સમય અનેક સરપંચો ને નોટિસ પણ આપવા મૉં આવેલ.

નિરોણા ગામે થતી મોટા પાયે રેતી ચોરી અંગે સરપંચ નરોત્તમ આહીર નો સંપર્ક કર્તા તેમને આ અંગે નરો વા કુંજરો વા ની વાત્ત કરી આ કૌભાંડ થી પોતાને અલગ તહરવી લીધા હતા અને આ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવા અંગે અસમર્થતા વ્યક્ત કરી આ કૌભાંડ ને ખુલો દોર આપ્યો હતો.ભૂતકાળ મૉં આ પંથક કોલસા ના કારોબાર થકી રાજ્યભર મૉં ખૂબ ચર્ચિત બન્યો હતો 1998 મૉં તાત્કાલિન જીલા પંચાયત ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ અને જિલા ના વગદાર ક્ષત્રિય આગેવાન બાવજી જાડેજા ની ધોળાં દિવસેહત્યા કરવા મૉં આવી હતી .હાલ આ વિસ્તાર મૉં ગેરકાનૂની રીતે રેતી ચોરી નો વ્યવસાય તેની ચર્મ સીમા એ છે આ બે નમ્બરી આવક થી આ પંથક રાતે શરાબ અને કબાબ ની પાર્ટીઓ યોજાતિ હોવાનુ સ્થાનિક લોકો એ જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement