કુતિયાણામાં ભાજપનો પરિવારવાદ, એક જ પરિવારના 4 સભ્યોને ટિકિટ
પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા પરિવારનો દબદબો
ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પરિવારવાદ અંગે ગાંધી પરિવાર અને તેના સાથી પક્ષો પર દરેક ચૂંટણીમાં પ્રહારો કરે છે અને પરિવારવાદનો વિરોધ કરે છે, જો કે ભાજપમાં જ પરિવારવાદના અનેક ઉદાહરણો મળી રહે છે અને તેમાં એક વધુ ઉમેરાયું છે. પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પૂર્વ પ્રમુખ સહિત પરિવારના 4 સભ્યોને ટિકિટ આપી છે.
પઅમારી પાર્ટીમાં પરિવારવાદ નથીથ એવું કહેનારા ભાજપ નેતાઓ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ઢેલીબેન ઓડેદરા સામે ઝુંકી ગયા છે. અહીં ભાજપે કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા સહિત તેમના પરિવારના 4 સભ્યોને ટિકિટ આપી છે,
વોર્ડ નં.3માં ઢેલીબેન ઓડેદરા (નગરપાલિકા પૂર્વ પ્રમુખ), વોર્ડ નં. 1માંવિક્રમ ઓડેદરા (ઢેલીબેનના દિકરા), વોર્ડ નં. 6માંરાભી રાંભીબેન (ઢેલીબેનના પુત્રવધુ), વોર્ડ નં. 2માંજીવીબેન કડછા (ઢેલીબેનના બહેન)ને ટિકિટ અપાઇ છે.
ઢેલીબેન ઓડેદરા લગભગ 27 વર્ષથી વધુ સમય સુધી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે. ઢેલીબેનની રાજકીય કારકિર્દી 1995માં શરુ થઈ, જ્યારે તેઓ 1995માં પ્રથમ વખત નાગરિક સમિતિમાંથી ચૂંટણી લડ્યાં અને જીતીને નગરપાલિકાના પ્રમુખ બન્યા. 2002માં પણ નાગરિક સમિતિમાંથી જંગી બહુમતીથી વિજેતા બની ફરીવાર નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા ચૂંટાયા. 2007માં નાગરિક સમિતિમાંથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે તેમની નિમણુંક થઈ હતી.
2011માં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ પાર્ટી જોઈન કરી હતી. 2012માં ભાજપના નિશાન પરથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે ચૂંટાયા. 2017માં ગઈઙના ધારાસભ્ય કાંધલ જાડેજાની પેનલ સામે 24માંથી 19 સીટ પર જંગી બહુમતીથી વિજય મેળવી 5મી વખત નગરપાલિકા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કુતિયાણા નગરપાલિકા ચૂંટણી 2021માં પણ તેઓ જીતીને પ્રમુખ બન્યા હતા.