25 ડિસેમ્બર સુધીમાં ભાજપના મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ જશે
નવી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ બનતી હોવાથી હાલ પ્રક્રિયા સ્થગિત: ઉદય કાનગડ
ગુજરાત ભાજપના મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામા આવ્યા બાદ ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યુ હુત કે, ગુજરાતમા નવી મહાનગર પાલિકાઓ-નગરપાલિકાઓની રચના થનાર હોય, મહાનગરને પણ ભાજપ દ્વારા જિલ્લા મંડલ ગણવામા આવતુ હોવાથી હાલ જે 580 મંડલ છે. તેમા નવા મંડલનો ઉમેરો થાય તેમ છે. માટે ત્રણ-ચાર દિવસ મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામા આવી છે.
તેમણે જણાવેલ કે, હાલમાં આ કાર્યવાહી ભાજપ સંગઠન પર્વની સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે આવનારા દિવસોમાં નગરપાલિકાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેથી સીમાંકનમાં પણ ફેરફાર આવશે જે અંતર્ગત આગામી દિવસોમાં 580 જેટલા મંડળની રચના કરવામાં આવશે. આ તમામ પ્રમુખોની સત્તાવાર જાહેરાત પણ થશે. જે બાબતે હાલમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને આ સંગઠન પર્વની કામગીરી ત્રણથી ચાર દિવસ સુધી રોકવામાં આવી છે અને કેન્દ્રની મંજૂરી બાદ ફરીથી કામગીરી શરૂૂ કરવામાં આવશે.25 ડિસેમ્બર પહેલા તમામ મંડળના પ્રમુખોની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોઈ પ્રકારનો વાંધો નથી. પરંતુ તાલુકા અને જિલ્લાઓમાં હદમા ફેરફાર થાય તો અનેક સમસ્યા ઉદભવી શકે છે તેને લઈને જ આ નિર્ણય કરાયો હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ભાજપ સંગઠન પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે. 40 વર્ષની વયમર્યાદા સામે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હજુ પણ અનેક વોર્ડ અને હદમાં ફેરફાર થઈ શકે. જેથી પસંદગી મુશ્કેલ છે. આગામી 4 દિવસમાં સંગઠન પ્રક્રિયા સ્થગિત રહેશે.
નવા સંગઠનને લઈને ભાજપ પક્ષ દ્વારા તમામ જિલ્લાઓ તાલુકા અને મંડળ કક્ષાએ નવા નિયમો પ્રમાણે શનિવાર અને રવિવારે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર દિવસ સુધી તમામ જિલ્લાના ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારીઓને કાર્યકર્તાઓ સાથે રૂૂબરૂૂ મુલાકાત કરી ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાવાની હતી.