For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલથી ભાજપનું ગાંવ ચલો અભિયાન

01:23 PM Feb 09, 2024 IST | Bhumika
આવતીકાલથી ભાજપનું ગાંવ ચલો અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જલોત્રા ગામે કાર્યકર્તાના ઘરે કરશે રાત્રી રોકાણ

Advertisement

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે અને તા.1ક0 ફેબ્રુઆરી 2024 થી 11 ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં કેન્દ્રની યોજના અનુસાર પગાંવ ચલો અભિયાનથ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.10 ફેબ્રુઆરી 2024 (શનિવાર) ના રોજ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રી રોકાણ અને ભોજન કરશે.

ગાંવ ચલો અભિયાન ના સંયોજક હિતેશભાઈ પટેલે જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરીક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને 2024ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુન: સમર્થન મેળવવાનો છે.

Advertisement

કેન્દ્રની યોજના અનુસાર પગાંવ ચલો અભિયાનથ યોજાશે. જે અંતર્ગત તા.10 ફેબ્રુઆરી 2024 થી 11 ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક-એક કાર્યકર્તાને (તેઓના મૂળ ગામ અને બૂથ સિવાયના અન્ય ગામ કે બૂથમાં) જવાબદારી નિશ્ચિત કરીને રાત્રી રોકાણ સહીત 24 કલાક એ કાર્યકર્તાઓએ સોંપેલ ગામ/બૂથમાં પપ્રવાસી કાર્યકર્તાથ તરીકે જશે. જેમાં પ્રવાસી કાર્યકર્તાઓ 29165 અને ક્ધવીનરો 27535 એમ કુલ 56700 કાર્યકર્તાઓ પગાંવ ચલો અભિયાનથ અંતર્ગત 41 જિલ્લા/મહાનગરમાં જશે. પ્રદેશના હોદ્દેદારઓ, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યઓ, તાલુકા/જિલ્લાના હોદ્દેદારઓ પણ આ અભિયાનમાં જોડાશે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.10 ફેબ્રુઆરી 2024 (શનિવાર) ના રોજ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ અને ભોજન કરશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement