હડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા
પીડિત પરિવારોને મળી આશ્ર્વાસન આપ્યા બાદ કહ્યું ‘સમાજ’ના ખભે બંદૂક ફોડવાના પ્રયાસો થઇ રહ્યા છે
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં 12 ઑક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી મારપીટ અને અત્યાચારની ગંભીર ઘટનાના પગલે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટના બાદ રવિવારે રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને રાજ્યના મંત્રી પુરૂૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પીડિત પરિવારોની ઘરે ઘરે જઈને મુલાકાત લીધી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું.
આ દરમિયાન હિરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, કેટલાક તત્વો દ્વારા સમાજના ખભે બંદૂક ફોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે, ઉશ્કેરાટમાં આપણા સમાજના યુવાનો પણ ના કરવાનું કરી દે છે.
મુલાકાત દરમિયાન હિરાભાઈ સોલંકીએ આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી હતી. તેમણે પીડિત પરિવારજનો સાથે વાતચીત કરી તેમને આશ્વાસન આપ્યું કે, સરકાર આ ઘટનાની ગંભીરતા સમજે છે અને ન્યાય માટે તમામ જરૂૂરી પગલાં લેવામાં આવશે.
હિરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સમાજ પર કોઈપણ પ્રકારનો અત્યાચાર થાય, ત્યાં જવું એ આપણો ફરજિયાત ધર્મ છે, અને એ જ ભાવનાથી હડદડ ગામની મુલાકાત લીધી છે.
તેમણે ઉમેર્યું હતું કે, નિર્દોષ લોકોને છોડાવવા માટે તમામ આગેવાનો સાથે બેઠક કરીને પ્રયાસો કરવામાં આવશે. તેમણે સમાજને શાંતિ રાખવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, કેટલાક તત્વો દ્વારા પસમાજના ખભે બંદૂક ફોડવાનાથ પ્રયાસ થઈ રહ્યા છે અને સાથે જ તેમણે સ્વીકાર્યું હતું કે, ઉશ્કેરાટમાં આપણા સમાજના યુવાનો ના કરવાનું કરી દે છે.
બોટાદ અઙખઈમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ખેડૂતોને ઓછા ભાવ આપવાના વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. 12 ઓક્ટોબરના રોજ પોલીસે મંજૂરી નકારી હોવા છતાં, આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરાયું હતું. ગેરકાયદેસર મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ કાફલા પર પથ્થરમારો થયો હતો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.