બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ભૂંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર: તુષિત પાનેરી
તાજેતરમાં થયેલા પ્રધાનમંડળના વિસ્તરણમાં બ્રહ્મસમાજને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરતા સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ગુજરાત કોંગ્રેસના પ્રવકતા તૃષિત પાણેરીએ ભાજપનો ઇરાદો બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો હોવાનો આક્ષેપ કર્યો છે.
યાદીમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય મા 65 લાખ થી વધુ વસ્તી ધરાવતો વહીવટી કુશળતા સાથે સૌમ્ય અને ઉચ્ચ શિક્ષિત ગણાતો તેમજ ભારતીય જનતા પાર્ટીને મહદંશે વફાદાર રહેલા બ્રાહ્મણ સમાજને નવા મંત્રી મંડળમાં પૂરતું સન્માનજનક પ્રતિનિધિત્વ ન આપીને ભારતીય જનતા પાર્ટીએ બ્રહ્મસમાજની ઉપેક્ષા કરી છે, બ્રહ્મસમાજની હાંસી ઉડાવી છે. અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ એ ભાજપના વરિષ્ઠ નેતા, ગુજરાતના પુર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રાતોરાત મંત્રી પદમાંથી બરખાસ્ત કરી દીધા હતા, ત્યારે પણ બ્રહ્મસમાજ અપમાનિત થયો હોવા છતા મૌન રહ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીનો ઇરાદો બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો છે, વર્ષ 2001 થી 2010 ના ગાળા દરમિયાન ગુજરાત ભાજપ ના દિગ્ગજ બ્રાહ્મણ નેતાઓ સાથે જે કઈ થયું તે મારી કહેલી ઉપરોક્ત તમામ વાતની સત્યતાની સાબિતી પૂરે છે ત્યારે એક બ્રાહ્મણ ના દીકરા તરીકે હું મારા બ્રહ્મસમાજના સર્વે શ્રેષ્ઠીઓ વડીલોને નમ્ર વિનંતી કરું છું કે હવે સમજી જવાનો સમય આવ્યો છે, ભ્રામક હિન્દુવાદમાં આવી જઈને ભાજપ તરફ ઢળી જવું એ રાજકીય રીતે આપઘાત વ્હોરી લીધો ગણાશે. ભણેલા ગણેલા સક્ષમ શિક્ષિત બ્રાહ્મણો ના યુવા નેતાઓને ટેકો કરી આપણા બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ટકાવવું અનિવાર્ય છે.