ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાજપનો કાર્યકર્તા એટલે મારી પ્રેરણા, મારી તાકાત: વિશ્ર્વકર્મા

11:44 AM Oct 16, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ ખાતે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્ર્વકર્માજીનો અભિવાદન સમારોહ વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાયો

Advertisement

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ રાજકોટ જિલ્લા-મહાનગર અને મોરબી જિલ્લા દ્વારા નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાજકોટ ખાતે યોજાયો. જગદીશભાઇ વિશ્વકર્માજી પ્રદેશ પ્રમુખ તરીકેના પદભાર સંભાળ્યા પછી પહેલી વખત રાજકોટ ખાતે ઉપસ્થિત રહેતા કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાન વજુભાઇ વાળાએ આશીર્વચન રજૂ કર્યા હતા તેમજ રાજકોટ શહેરના પ્રમુખ ડો.માઘવભાઇ દવે, સાંસદ પુરષોત્તમભાઇ રૂૂપાલાજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીએ કાર્યક્તાઓને પ્રેરણારૂૂપ સંબોધન કરતા જણાવ્યું કે, આજે તો રાજકોટ વાસીઓએ વટ પાડી દીધો છે. મારા દરેક ઝોનમાં કાર્યક્રમ થઇ રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્ર ઝોનનો કાર્યક્રમ મારા માટે વિશેષ છે કારણ કે જેમણે ભારતીય જનતા પાર્ટીની ઇમારત મોટી કરી છે અને ભાજપ માટે જેમને ઘડતરનો પાયો નાખ્યો છે તેવા ત્રણ પુર્વ પ્રદેશ અધ્યક્ષઓ ઉપસ્થિત છે. દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને તેના પ્રદેશ અધ્યક્ષ હોવુ અને લાખો-કરોડો કાર્યકર્તાઓનો ખભો મને મળતો હોય ત્યારે આ પદ-પ્રતિષ્ઠતા અને ખુરશી કરતા કાર્યકર્તાઓ માટે અભિમાન છે. કાર્યકર્તાઓ રાત-દિવસ તડકો છાંયો જોયા વગર આપણી પડખે ઉભો હોય ત્યારે તે વાતનું અભિમાન છે. મને દેવ દુલર્ભ કાર્યકર્તાઓના દર્શન કરવાની તક મળી છે. આજે સૌરાષ્ટ્રવાસીઓનો અતુટ પ્રેમ છલકાયો છે.

જગદીશભાઇ વિશ્વકર્માજીએ જનસંઘ સમયના કાર્યકર્તાઓને યાદ કરતા વધુમાં જણાવ્યું કે, જનસંઘ સમયના કાર્યકર્તાઓમા ચિમનભાઇ શુક્લ અને સુર્યકાન્તભાઇ આચાર્ય સહિત ઘણા કાર્યકર્તાઓએ અસામાજીક તત્વો વિરોધી અભિયાન ચલાવ્યું હતું. સ્વ વિજયભાઇ રૂૂપાણીજીને યાદ કરતા જણાવ્યું કે તેમણે મને કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી અને કહ્યુ હતું કે પ્રદેશના અધ્યક્ષ કરતા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષની વિશેષ જવાબદારી હોય છે અને વઘારે કામ હોય છે. કોઇ પણ નવી વસ્તુનુ ઇનોવેશન થાય તો તેમા રાજકોટ મોખરે હોય.જીવન જીવવાની અને તહેવારો માણવાની કળા રાજકોટવાસીઓ પાસેથી શીખવી પડે. રાજકોટ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને ખૂબ જ જુનો નાતો રહ્યો છે.

જગદીશભાઇએ વધુમાં જણાવ્યું કે, રાજકોટ વાસી ગુજરાત કે દેશ-વિદેશના કોઇ પણ ખુણે હોય તો પણ બપોરનું છાપુ વાંચવાની ટેવ ભુલે નહી એટલે રાજકોટ મીડિયાની આગવી છાપ પ્રિન્ટ-ઇલેક્ટોનિક મીડિયાએ ઉભી કરી છે તે બદલ મીડિયા કર્મીઓને અભિનંદન. રાજકોટની ઘરતી પર વિશ્વની કોઇ પણ પ્રોડકટ બનાવવાની હોય તો રાજકોટ વાસીને ખાલી પ્રોડકટ આપો તેવી જ પ્રોડકટ બીજા દિવસે તૈયાર કરી દે તેવી કુશળ કારીગરી રાજકોટના લોકોને મળી છે. આજે રાજકોટમા ડિફેન્સની મશીનરીના પાર્ટ પણ રાજકોટમાથી બનીને જાય છે તે નાની ઘટના નથી.

ઓટોક્ષેત્ર સાથે જોડાયેલા નાના-નાના પાર્ટ રાજકોટ બનાવે છે. વડાપ્રધાનએ આપણને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીનો સંકલ્પ આપ્યો છે તેને વઘુ મજબૂત બનાવીએ.

આ કાર્યક્રમમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષઓ વજુભાઇ વાળા, પુરષોત્તમભાઇ રૂૂપાલા, આર.સી.ફળદુ, પ્રદેશના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા રાજયનામંત્રીઓ ભાનુબેન, રાઘવજીભાઇ પટેલ, કુવરજીભાઇ, પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જઓ ઘવલભાઇ દવે, રૂૂત્વીજભાઇ પટેલ, સંદિપભાઇ દેસાઇ, રાજકોટ જીલ્લાના પ્રમુખ અલ્પેશભાઇ ઠોલરીયા, રાજકોટ શહેર પ્રમુખ માઘવભાઇ દવે મોરબી જિલ્લાના પ્રમુખ જયંતિભાઇ રાજકોટિયા સહિત સાંસદ સભ્યઓ, ઘારાસભ્યઓ તેમજ પ્રદેશ-જિલ્લાના વિવિઘ હોદ્દેદારઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સાઘુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
BJPgujaratgujarat newsPresident Jagadishbhai Vishwakarmarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement