દમણ નગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો, 15માંથી 14 બેઠક ઉપર કબજો
દમણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, દમણ પાલિકામાં 15માંથી 14 બેઠક પર ભાજપના ફાળે દમણ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં દમણ નપામાં 15માંથી 14 બેઠક પર ભાજપના ફાળે ગઈ છે, મતગણતરીમાં 2 બેઠક ભાજપના ફાળે અને 1 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.
દમણ દીવ અને દાદરા નગર હવેલી યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, અગાઉ 15માંથી 12 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી અને દમણ નગરપાલિકાની મત ગણતરીમાં બે બેઠક ભાજપના ફાળે આવી એક અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે, દમણ નગર પાલિકામાં કુલ 15 સીટોમાંથી 14 ભાજપના ફાળે આવતા પાલિકા ઉપર ભાજપનો કબજો જામ્યો છે.
દીવ જીલ્લા પંચાયતની 3 સીટ માટે આજે પરિણામ જાહેર થયું છે. ત્રણેય સીટ પર ભગવો લહેરાયો છે, જીલ્લા પંચાયતની સીટ નંબર 2/8 પર નાનજી બાબુ, 3/8 પર રણજીતા કોટિયા અને 6/8 પર દિપક દેવજીનો વિજય થયો છે, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગત તારીખ 5 નવેમ્બરના રોજ જીલ્લા પંચાયતની 2/8,3/8 અને 6/8 માટે ચૂંટણી યોજાઈ હતી, અને આજે દીવ કલેક્ટર ઓફીસ ખાતે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, સવારે 9 કલાકે મતગણતરીની શરૂૂઆત કરવામા આવી હતી. દમણ, દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ અધ્યક્ષે માહિતી આપતાં કહ્યું હતું કે, સંઘ પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી નવેમ્બર માસમાં યોજાશે. આ ચૂંટણી યોજાય તે પહેલા જ દમણ નગર પાલિકામાં 15 વોર્ડમાં ભાજપના 12 ઉમેદવારો બિન હરીફ જીત્યાં છે. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલા જ 16માંથી 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ જીતી ગયા છે.
