For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતા

12:41 PM Feb 05, 2025 IST | Bhumika
ચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતા

ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં 4 નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉમાં 28 માંથી 22 બેઠકો, હાલોલમાં 36 માંથી 19 બેઠકો, જાફરાબાદમાં 28 માંથી 16 બેઠકો તેમજ બાંટવામાં 24 માંથી 15 બેઠકો પર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ, જુનાગઢ મહાનગર પાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે.

Advertisement

અમરેલી જિલ્લામાં ભાજપનું ઓપરેશન જાફરાબાદ સફળ થયું છે. અમરેલીની જાફરાબાદ પાલિકામાં ભાજપનું શાસન આવશે. જાફરાબાદ પાલિકાની ચૂંટણી પહેલા 16 ઉમેદવાર બિનહરિફ થયા છે. ધારાસભ્ય હીરા સોલંકીએ ઓપરેશન જાફરાબાદ પાર પાડ્યું હતું. 28 બેઠક પૈકી ભાજપના 16 ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. બિનહરિફ ઉમેદવારોએ ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી ઉજવણી કરી હતી.

ઢોલ-નગારા અને મોંઢા મીઠા કરાવી ભાજપે ખુશી વ્યકત કરી છે. ગત ટર્મમાં આખી જાફરાબાદ પાલિકા બિનહરિફ થઈ હતી.

Advertisement

પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે. ચૂંટણી પહેલા જ આ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડના 36 બેઠકોમાંથી 20 બેઠકો બિન હરીફ થઈ જતા ભાજપે ચૂંટણી પહેલા જ હાલોલ પાલિકા કબજે કરી છે.

હાલોલ નગરપાલિકાના અલગ-અલગ વોર્ડમાં થઈને કુલ 20 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. પાલિકાના વોર્ડ નંબર 2, 3 અને 5 સંપૂર્ણ બિન હરીફ થયા હતા.

હાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. નવ વોર્ડમાં 72 ફોર્મ ભરાયા હતા. જે પૈકી પાંચ ફોર્મ અમાન્ય થયા. જ્યારે 67 ફોર્મ માન્ય રખાયા. 13 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો બિનહરીફ થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement