કાલાવડ પાલિકામાં વોર્ડ-2 બેઠક ભાજપ બિનહરીફ
જામનગર જિલ્લા ની કાલાવડ નગરપાલિકા મા ભાજપ એ ખોલ્યું ખાતું 7 વોર્ડ ની 28 બેઠક ની ચૂંટણી મા ની 1 સીટ માં ભાજપ ની બેઠક થઈ બિનહરીફ શહેરમાં વોર્ડ નંબર 2 ના ઉમેદવાર કાવ્યા મોહિતભાઈ મહેતા બિનહરીફ વિજય થયા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ને કોઈ ઉમેદવાર ન મળતાં 1 બેઠક ભાજપ ની બીન હરીફ થતા કાલાવડ શહેર ભાજપ મા ફરી છઠી વખત કાલાવડ નગરપાલિકા મા ભાજપ નો ભગવો લહેરાવવાના સંજોગો ઉજળા જણાતા ચૂંટણી પહેલા જ બને પક્ષે હાર માનવા જેવી હાલત થઈ સાત વોર્ડ ની ચૂંટણી માં 28 ઉમેદવાર હતા 1 બેઠક ભાજપ બિનહરીફ જીતતા હવે 27 બેઠક પર ચૂંટણી નો જંગ જામશે. ભાજપ ની એક બેઠક બિનહરીફ વિજેતા થતા કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા , જિલ્લા ભાજપ ના મહામંત્રી અભિસેકભાઈ પટવા, કાલાવડ શહેર પ્રમુખ નીરવભાઈ ભટ્ટ , પૂર્વ શહેર પ્રમુખ હસુભાઈ વોરા , જિલ્લા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ ભૂમિતભાઇ ડોબરિયા, જયેશભાઈ વાઘાણી , તરુણ ભાઈ ચોહાણ , મોહિતભાઈ મહેતા સહિતના ભાજપના આગેવાનો એ જીત ને વધાવી નગરપાલિકા મા પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી નો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી બીન હરીફ વિજેતા ઉમેદવારને અભિનંદન. પાઠવ્યા હતા.