જૂનાગઢ કોર્પોરેશનની વધુ એક બેઠક ઉપર ભાજપ બિનહરિફ
જુનાગઢ મહાનગર પાલિકાના બે આખા વોર્ડની 8 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા બાદ આજે ફોર્મ પાછા ખેચવાના અંતિમ દિવસે વોર્ડ નં ર માંથી કોંગ્રેસના એક અને આપના બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા ભાજપના ઉમેદવાર લીરીબેન ભીંભા બિનહરિફ જાહેર થયેલ છે.
આમ જુનાગઢ કોર્પોરેશનની કુલ 60 બેઠકોમાંથી 9 બેઠકો ચૂંટણી પહેલા જ ભાજપે બિનહરિફ મેળવી લીધી છે.
આ પૂર્વે ગઇકાલે વોર્ડ નં 3 અને વોર્ડ નં 14ના કોંગ્રેસના તમામ આઠ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા આ બે વોર્ડની આઠેય બેઠક ભાજપને બિનહરિફ મળી હતી.
જુનાગઢ મહાનગર પાલિકાની આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે ભાજપના પ્રભારી કમલેશ મિરાણીએ રાજકીય ઓપરેશન કરીને ભાજપના ખાતામા 9 બેઠકો નાખી દીધી છે.
આ ચૂંટણીમા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે તેમા ભાજપે સતા જાળવી રાખવા એડી ચોટીનુ જોર લગાવ્યુ છે.